તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બાવળામાં આરોગ્ય સેવાની માહિતીનું બોર્ડ મૂકવા માગ

બાવળા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપ દ્વારા લેખિતમાં રજૂઆત કરાઇ

બાવળા શહેર અને તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ચલાતાં દવાખાનાંમાં કંઈ - કંઈ સેવાઓ આપવામાં આવે તેમજ ક્યાં વારે કયાં વિભાગનાં ડોક્ટરો કેટલા સમય સુધી સેવાઓ આપે છે તે માહીતી દર્શાવતું બોર્ડ લોકોને દેખાય તે રીતે મુકવા માટે બાવળા આમ આદમી પાર્ટી દ્વારા લેખીતમાં બાવળા તાલુકા હેલ્થ અધિકારીનાં સુપરવાઇઝર હિમાંશુભાઈને અને બાવળા સી.એચ.સી. સેન્ટરના સુપ્રિટેન્ટન્ટ કેતુલભાઈને લેખીતમાં રજુઆત કરવામાં આવે છે.તેમણે રજુઆતમાં જણાવ્યું છે કે બાવળા આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સેવાઓની તથા આરોગ્ય કેન્દ્રમાં આવતા તમામ ડોકટરો અને તેમને લગતી સેવાઓના પ્રકાર સાથેની એક યાદી પ્રજાની જાણકારી માટે આરોગ્ય કેન્દ્રના મુખ્ય દરવાજા બહાર ડોકટરોનુ નામ, તેમની સેવા ,વાર અને સમય સાથેનુ બોર્ડ જાહેર જનતાને દેખાય એ રીતે લગાવવું.

તેમજ બાવળા તાલુકામાં આવતાં તમામ પી.એચ.સી સેન્ટરોમાં પણ આવા બોર્ડ લગાવવામાં આવે. અને આ રજુઆતનો અમલ ઝડપથી કરવામાં આવે જેથી ગામડાની જનતાને જાણ થાય.આ પ્રસંગે તેવી બાવળા આપના જીલ્લા મંત્રી જીતુભાઈ ઠક્કર, શહેર પ્રમુખ ભુપેનદ્રસિંહ ઝાલા , ઉપપ્રમુખ રિકીનભાઇ ઠક્કર, મંત્રી વિનોદભાઇ પટેલ, મહામંત્રી સંજયભાઈ પટેલ, કલ્પેશભાઈ ગોસ્વામી, સહમંત્રી ઈનદ્રજીતભાઈ પરમારહાજર હતાં.

અન્ય સમાચારો પણ છે...