તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:રામભક્તની થયેલી હત્યા કેસમાં ન્યાય માટે માગણી

બાવળા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાવળા મામ.ને આવેદન અપાયું

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ઉપર ભવ્ય શ્રીરામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મ ભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા દ્વારા 27 ફેબ્રુઆરી સુધી નિધી સમર્પણ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દિલ્હીના કાર્યકર્તા રીન્કુ શર્મા પણ નિધી એકઠી કરવા માટે દરરોજ જતા હતા. કેટલાક યુવકો દ્વારા તેને ધમકી આપતા હતા. તેની ફરીયાદ સ્થાનિક કાર્યકર્તાઓને સંબંધીત પોલીસ સ્ટેશનમાં કરી હતી. પણ શેરીના જેહાદીઓએ એક સંપ કરીને ઘરમાં ઘુસીને રીન્કુ તથા તેના પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગેસ સીલીન્ડર વિસ્ફોટ કરીને આખા કુટુંબની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને રીન્કુ શર્માના પીઠ ઉપર ચાકુથી વાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી.

જેથી બાવળા મામલતદાર પી.એ.દેસાઇને વિશ્વ હિન્દુ પરીષદનાં કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે હત્યારાને ફાસી તેમજ અન્ય હુમલાવરો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, હીન્દુ યુવકોની સુરક્ષા માટે શસ્ત્ર રાખી શકે તે માટે વધારેમાં વધારે હિન્દુ યુવકોના લાઇસન્સ આપવામાં આવે તેવી માગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો