લોકોમાં ભારે આક્રોશ:બાવળામાં ગેરકાયદે ચાલતી માંસ-મટનની હાટડી બંધ કરાવવા માગ

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંસ-મટનનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાથી લાગણી દુભાય છે

બાવળા નગરપાલિકા હદ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર અને ખુણે-ખાંચરે બનાવવામાં આવેલી માંસ - મટનની હાટડી ગેરકાયદેસર રીતે બે-રોકટોક ચાલી રહી છે. તેનાથી હિન્દુ સમાજની લાગણી દુભાય રહી છે.ત્યાંથી આવતાં- જતાં લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ હાટડીઓ ઉપર માંસ - મટનનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.

ખુલ્લેઆમ ચાલતી આવી હાટડીઓએ કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધા વગર ધમધમાટ ચલાવે છે.તેમજ ખાસએ છે કે આવી દુકાનો દ્વારા ફુડ એન્ડ સેફ્ટીની ગાઈડ લાઈનનું પણ પાલન કરવામાં આવતુ નથી. તેમ છતાં સરકારી તંત્ર આંખ - આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

માંસ - મટનની દુકાનોમાં કામ કરનારાઓ પાસે સરકારી ડોક્ટરો પાસેથી આરોગ્યનું પ્રમાણપત્ર લીધેલું હોવુ જોઇએ,માંસની ગુણવત્તા માટે પશુચીકીત્સક પાસેથી પ્રમાણપત્ર મેળવવું પડે છે, માંસ કાપવાનું હથીયાર સ્ટેનલેશ સ્ટીલનું હોવુ જોઈએ, માંસનાં કચરાનો યોગ્ય નિકાલની વ્યવસ્થા હોવી જોઇએ, તેઓએ ઈન્સ્યુલેટેડ એટલે કે માંસનો જથ્થો ફ્રીજમાં મુકવાનો હોય અને તે ફ્રીજ પણ પારદર્શક હોવું જોઈએ.

આ બધી બાબતોની વ્યવસ્થા કર્યા વગર તેઓ માંસનું વેચાણ બેફામ - બેરોકટોક કરે છે.ખુલ્લું માંસ - મટન વેચાણ કરવું તે લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરવા સમાન છે. માટે માંસ - મટન વેચાણની ગાઈડ લાઈનનું કયાંય પાલન થતું નહી હોવાથી નગરજનોઇચ્છી રહ્યા છે કે આવી હાટડીઓ તાત્કાલીક અસરથી હટાવવા માટે તંત્ર સજાગ અને જાગૃત બને તેવી નગરજનોમાં ઉગ્ર માંગણી ઉઠવા પામી છે. ખુલ્લેઆમ ચાલતી હાટડીઓથી હિન્દુ સમાજની લાગણી દુભાતી હોવાથી બંધ કરાવવા માગણી છે.

અન્ય સમાચારો પણ છે...