તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:બાવળા નગરમાં આલોકસિટી સુધીની ગટરો સાફ કરવા માગ

બાવળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટર બનાવાઇ ત્યારથી તેની સફાઇ ન થતી હોવાથી ભારે રોષ
  • એમ.સી.અમીન ગર્લ્સ હાઈસ્કૂલથી આલોકસિટી સુધી રોડ બનાવવાનું વિકાસનું કામ કોઈ કારણોસર અટક્યું

બાવળામાં આવેલી આલોક સીટીની આજુબાજુમાં છેલ્લા ઘણા સમયથી એટલે કે જયારથી ગટરો બનાવવામાં આવી છે ત્યારથી ગટરો સાફ કરવામાં આવી નથી. જેનાથી આજુબાજુનાં રહીશોને માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારે છે. હાલમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પીડીત છે.માટે આવી બિમારીઓથી બચવા સ્વચ્છતાને પણ ભુલવી ન જોઈએ. સ્વચ્છતા બાબતે પાલીકા ઉદાસીન અને નિષ્ક્રીય છે.

તેમજ છેલ્લા ઘણા સમયથી એમ.સી.અમીન ગર્લ્સ હાઈસ્કુલથી આલોકસીટી સુધી રોડ બનાવવાનું વિકાસનું કામ કોઈ અગમ્ય કારણોસર અટકી ગયું છે.અધુરા રોડ છોડી ટુકડા પાડયાં છે.બંને તરફના રોડનાં લેવલનુ ધ્યાન રાખવામાં આવ્યું નથી.તેમજ આર્મી ફાર્મ આગળની રોડની કામગીરી બંધ છે. જે રોડ તાકીદે ચાલુ થવો જોઈએ.આલોકસીટીની સામે તુટેલા રોડ પાણીથી ભરેલો છે.ગટરો સાફ થતી નથી. જેથી આ બાબતે પાલીકામાં અતુલભાઈ ઠાકોરે લેખીતમાં રજુઆત કરી છે.

તેમણે જણાવ્યું છે કે ગટરો નિયમીત રીતે સાફ કરી જંતુનાશક દવાનો છંટકાવ થવો જોઈએ. તાજેતરમાં વાવાઝોડામાં જે વરસાદ થયો ત્યારે ગર્લ્સ સ્કુલ ચોકડીથી સ્વામીનારાયણ મંદિર સુધી રોડ ઉપર નીકળી ન શકાય તેવું પાણી ભરાયું હતું.જેથી તાત્કાલીક અસરથી આ અટકી પડેલા રોડનાં કામો તથા ગટરોની સફાઈ જેવા અગ્રીમતાનાં ધોરણે આ કામગીરી હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...