તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઈન્દોરની સગીરને ભગાડી જનારા વિધર્મી યુવાનને પકડવા માગણી

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળા મામલતદારને બાવળા ઠાકોર સમાજનું આવેદન
  • ઝઘડિયા તાલુકાના ગામની સગીરાને ભગાડી જનારા વિધર્મી યુવકને ઝડપી કડક સજા કરવા રજૂઆત કરાઇ

તાજેતરમાં ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં ઈન્દોર ગામની સગીર યુવતીને વિધર્મી યુવાન દ્વારા 26 જૂનો અપહરણ કરીને લઈ જતાં તેની માતાએ પોલીસમાં ફરીયાદ કરી છે.જેથી પોલીસે વિધર્મી યુવાન વિરૂધ્ધ પોસ્કો અને અપહરણ કલમ હેઠળ ગુનો દાખલ ગર્યો છે. વિધર્મી યુવક 14 વર્ષની હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લઈ ગયો છે.

જે ખુબ ગંભીર છે. જેનો આજદિન સુધી તેની ભાળ મળતી નથી. સગીરાનો પરીવાર સગીરાની સતત ચિંતા કરી રહ્યું છે .જેથી ઠાકોર સમાજનાં ધ્યાને આવતા આ સગીરનાં પરીવાર વહારે ઠાકોર સમાજ તેની સાથે ન્યાય અપાવવા માટે જેવી જરૂરત હશે તેવી મદદ કરશે.

જેથી બાવળા તાલુકા ઠાકોર સમાજનાં અતુલ ઠાકોર, સંજય ઠાકોર, કીરીટ ઠાકોર, રણજીત ઠાકોર, અલ્પેશ ઠાકોર અને યુવાનોએ હાજર રહીને બાવળા મામલતદાર પી.આર.દેસાઇને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે લવ જેહાદ અંગે તાજેતરમાં ગુજરાત સરકારે ખુબ જ સારો કાયદો અમલમાં મુકયો છે . આમ છતાં પણ આવા તત્વો સક્રીય બન્યા છે. ફક્ત ને ફક્ત હિન્દુ યુવતીઓને જ ટાર્ગેટ બનાવી હિન્દુ ધર્મને પણ જોખમમાં મુકી રહ્યા છે. આવા તત્વોને ઓળખી તાકીદે જેલના સળીયા પાછળ ધકેલવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...