ગેરવર્તણુંક:દીકરીનું લિવિંગ સર્ટિ. લેવા ગયા તો શાળાએ દીકરાનું પણ પકડાવી દીધું

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળાની સ્કૂલની મનમાની સામે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં અરજી
  • આર્થિક સધ્ધરતા ન હોવાથી વાલી દીકરીને કન્યા શાળામાં ભણવા મૂકવા માટે સર્ટિફિકેટ લેવા ગયા હતા તો દીકરાનું સર્ટી લઇ જવાની ધમકી આપી

બાવળામાં આવેલી ખાનગી વિજેતા વિદ્યા વિહાર સ્કુલમાં અભ્યાસ કરતાં ભાઇ-બહેનમાંથી વાલીએ તેમની દિકરીને બીજી સ્કુલમાં એડમીશન લેતાં લીવીંગ સર્ટી લેવા જતાં શાળાનાં આચાર્યો વાલી સાથે ગેરવર્તણુંક કરીને તારા દિકરાનું પણ સર્ટી લઇ જા તેવી ધમકી આપતાં વાલીએ બાવળા મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇનમાં તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવા અરજી કરી છે.

બાવળામાં આવેલી સેલ્ફ ફાઈનાન્સ વિજેતા વિદ્યા વિહાર સ્કુલમાં ઘનશ્યામ રેસીડેન્સીમાં રહેતાં મહેન્દ્રગીરી બચુગીરી ગોસાઇની દિકરી નેહા ધોરણ-8 પાસ કરીને ધોરણ 9 માં આવી છે. તેમજ તેમનો દિકરો વિરાટ ધોરણ-3 પાસ કરીને ધોરણ-4 માં આજ સ્કુલમાં આવ્યો છે. મહેન્દ્રગીરી મધ્યમ વર્ગનો હોવાથી બંને છોકરાને એક સાથે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણાવી શકે તેવી આર્થીક સદ્ધરતા નહીં હોવાથી અને સરકારની કન્યા કેળવણી મફત છે તેનો બાવળાની ગર્લ્સ સ્કુલમાં લાભ મળતો હોવાથી તેમની દિકરીને તે સ્કુલમાં એડમીશન મળી ગયું હોવાથી તેનું લીવીંગ સર્ટી લેવા માટે સ્કુલમાં ગયા હતાં.

આ સ્કુલનાં આચાર્યએ આક્રોશ સાથે ઉશ્કેરાઈ જઈને તેમની સાથે ગેરવર્તણુંક કરી હતી અને કહ્યું હતું કે તારે છોકરીને અહીં ભણાવવાની ના હોય તો તારા છોકરાનું પણ લીવીંગ સર્ટીફીકેટ અહીંયાથી લઈ જજે. મારી સ્કુલ તમારા જેવાઓનાં કારણે નથી ચાલતી.આવો ઉદ્ધતાઇ ભર્યો જવાબ સાંભળીને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતાં. આચાર્ય એક સાથે બંનેનાં લીવીંગ સર્ટી પકડાવી મારા પુત્રનું પણ ભવિષ્ય ખરાબ કરવા માંગે છે. જેથી તેમણે મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...