તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:બાવળામાં કફસીરપ અને નશીલી દવાઓના રવાડે ચડયું યુવાધન, મોટાપાયે તેનું વેચાણ થઈ રહ્યું છે

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એકાદને ઝડપી સંતોષ માની રહ્યું હોવાના આક્ષેપ

બાવળા શહેર અને તાલુકાનાં ગામડાનાં યુવાનો સસ્તોનશો કરવા માટે કફસીરપની બોટલો અને નશીલી ગોળીઓનો ઠંડાપીણા અને સોડાની બોટલમાં ભેળવીને નશો કરી રહ્યા છે.આ કફ શીરપની બોટલો અને નશીલી ગોળીઓ મોટા જથ્થામાં ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે.આ નશો દારૂ કરતાં શરીરને વધારે નુકશાન પહોંચાડે છે.આ કફસીરપની બોટલો અને ગોળીઓ ડોક્ટરનાં પ્રિસ્ક્રીપશન વગર વેચી શકાતી નથી.છંતા રૂપીયા કમાવવાની લાલચે બીલ વગરનો મોટો જથ્થો બાવળામાં દરરોજ ઉતરી રહ્યો છે.અને તેનું ગેરકાયદેસ વેચાણ અનેક જગ્યાએથી ખુલ્લેઆમ થતું હોવાથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે.

તંત્ર દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી તે એક પશ્ન છે. બાવળા શહેર અને તાલુકાનાં ગામડાંમાં નશા કરવા માટે દારૂની જગ્યાએ કફસીરપોની બોટલો અને નશાની ગોળીઓનો મોટાપાયે યુવાધન ઉપયોગ કરી રહ્યો છે. બાવળામાં અને ગામડામાં અમુક મેડીકલ સ્ટોરમાં,પાર્લરોમાં, ચાની કિટલીઓ ઉપર, કરીયાણાની દુકાનોમાં, રીક્ષાઓમાં પાણીની બોટલોની જેમ ખુલ્લેઆમ ગેરકાયદેસર કફસીરપો અને નશાની ગોળીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

કુડ ઇન્સ્પેકટર અમિતભાઇ વ્યાસે જણાવ્યું હતું કે બાવળામાંથી બે મહિના અગાઉ એક મેડિકલ સ્ટોર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.અને ફરીયાદ મળશે તો તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.ત્યારે મેડિકલ સ્ટોરમાં જ તપાસ કરીને તેમનાં વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે.પરંતુ જે લોકો ગેરકાયદેસર વગર લાઇસન્સે ધંધો કરે છે. તેમના ઉપર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી.તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે. જેથી લોકોની માંગણી છે કે વેપારીઓ અને માલ પહોંચાડનારને પકડી કડકમાં કડક કાર્યવાહી કરાય.

અન્ય સમાચારો પણ છે...