કાર્યવાહી:સાંકોડ ગામના સરપંચ, તલાટી સહિત 3 સામે ACBમાં ગુનો

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સત્તાનો દુરુપયોગ કરી 16 લાખનો ભષ્ટ્રાચાર કર્યાનો ગુનો કરતાં એસીબીની કાયદેસરની કાર્યવાહી

બાવળા તાલુકાનાં સાંકોડ ગામનાં તત્કાલીન સરપંચ પ્રહલાદભાઇ ચેહુભાઇ કોળી પટેલ ,તત્કાલિન તલાટી કમમંત્રી યોગેન્દ્રભાઇ શંકરભાઇ સોનારા , હાલનાં સરપંચભરતભાઇ અરજણભાઇ કોળી પટેલ વિરૂદ્ધ સત્તાનો દુર ઉપયોગ કરી ખોટા બિલો બનાવી રજુ કરી 16,12, 950 રૂપીયાનોનો ભ્રષ્ટાચાર આચરી ગુનો કરતાં એ.સી.બી.એ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં સાંકોડ ગામનાં તત્કાલીન સરપંચ પ્રહલાદભાઇ ચંદુભાઇ કોળી પટેલ, ગામનાં તત્કાલિન તલાટી કમમંત્રી યોગેન્દ્રભાઈ શંકરભાઈ સોનારા, અને હાલના સરપંચ ભરતભાઇ અરજણભાઇ કોળી પટેલે 2016 / 2017 ની સાલમાં ભેગા મળીને પોતાની સત્તાનો તથા હોદ્દાનો દુર ઉપયોગ કરીને સાંકોડ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં જુદાં - જુદાં 12 ખોટા બિલો બનાવી સાંકોડ ગ્રામ પંચાયતનાં વિકાસનાં કામોમાં ખોટા બિલો બનાવી રજુ કરીને 16,12,950 રૂપીયાનો સત્તાનો દુર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી ગુન્હો કર્યો છે.

જેથી તેમની વિરૂધ્ધમાં અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 ની કલમ -13 (1) ( સી ) તથા 13 ( 2 ) આઇ.પી.સી. ની કલમ 465,468,471,120 ( બી ) મુજબ સત્તાના દુરૂપયોગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અને તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગામમાં વિકાસના કામોમાં ખોટા બિલો રજૂ કરી નાણાંની ઉચાપત કરી હતી. એસીબીની તપાસમાં મામલો પ્રકાશમાં આવતા એસીબીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતાં ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...