તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:ખાનગી કંપનીએ 2 માસનો પગાર નહીં આપતાં કારીગરો હડતાલ પર

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળા તાલુકાના રજોડા પાટિયા પાસે આવેલી
  • કોન્ટ્રાક્ટરને પગાર આપી દીધો છે, તેણે ચૂકવ્યો નહીં હોય : મેનેજર મેનેજર ખોટું બોલે છે, ઘરના રૂપિયાથી પગાર કરું છું : કોન્ટ્રાક્ટર

બાવળા તાલુકાનાં ૨જોડા પાટીયા પાસે આવેલી અગસ્થ્ય ન્યૂટ્રીકુડ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની આવેલી છે.કંપનીમાં ખાવાના પાસ્તા બનાવવામાં આવે છે.આ કંપનીમાં 4 વર્ષથી કોસમોસ પ્રાઇવેટ લીમીટેડ લેબર કોન્ટ્રાક્ટર સંતોષ સાવરકરને લેબર કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.તેના 30 જેટલા કારીગરોને 2 મહીનાનો પગાર આપવામાં નહીં આવતાં કારીગરો કંપનીનાં ઝાંપા બહાર હડતાલ પાડીને બેસી ગયા હતાં.મોટાભાગનાં કારીગરો બહારનાં રાજયનાં છે. તેઓએ જણાવ્યું હતું કે કંપનીએ અમને બે મહીનાથી પગાર આપ્યો નથી.અને અમને કંપનીમાંથી કોઈ કારણ વગર કાઢી મુક્યા છે.

અને કંપનીએ બીજા કારીગરોને લાવી નોકરીએ રાખ્યા છે. જેથી અમે ઝાંપા બહાર બેસી ગયા છીએ. અમને અમારી મજુરીનાં રૂપીયા મળી જાય અને કંપની અમને છૂટા કરી દે તો અમે જતાં રહીશું.પણ અમને અમારો પગાર મળવો જોઇએ. કંપનીનાં મેનેજર સુનીલકુમારે જણાવ્યું હતું કે અમે કોન્ટ્રાક્ટરને પગાર આપી દીધો છે. તેણે કારીગરોને ચુકવ્યા નહીં હોય.

અને કોન્ટ્રાક્ટર સંતોષ સાવરકરે જણાવ્યું કે કંપનીનાં મેનેજર ખોટું બોલે છે. છેલ્લા બે મહીનાથી હું મારા ઘરના રૂપીયા કાઢીને પગાર કરૂં છું. કંપનીએ પગાર આપ્યો નથી. કંપનીએ બાવળા પોલીસને જાણ કરતાં બાવળા પોલીસનાં કોન્સ્ટેબલ જસવંતસિહ ચાવડા કંપની ઉપર પહોંચી જઈને કોન્ટ્રાકટરને બોલાવીને કારીગરોને તેમનો પગાર મળી જાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...