તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:બાવળામાં માર્ગ અકસ્માતમાં ગાય, વાછરડાને ઇજા, સારવાર અપાઇ

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યો વાહનચાલક ટક્કર મારી ફરાર થયો
  • પશુઓ વરસાદની મોસમમાં રોડ પર અડિંગો જમાવતા હોવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો થાય છે

ચોમાસાની શરૂઆત થતાં જ પશુધન રોડ - ૨સ્તા ઉપર અડીંગો જમાવી દે છે. જેના કારણે અકસ્માતો વધવા લાગે છે. ત્યારે બાવળામાં હાઇવે ઉપર આવેલા ૨જોડા પાટીયા પાસે આવેલા આદિત્ય ગ્રીન ફ્લેટ પાસે કોઈ અજાણ્યા વાહને એક ગાય અને વાછરડાને ટક્કર મારીને જતો રહ્યો હતો જેથી બંન્નેને અકસ્માતમાં ઇજાઓ થવા પામી હતી.જેથી ત્યાંના દુકાનદાર ધનજીભાઈ પ્રજાપતિએ અખીલ વિશ્ર્વ ગો સંવર્ધન ટ્રસ્ટ દિલ્હીનાં પ્રમુખ અને પશુપ્રેમી રણછોડભાઈ અલગોતરને ઘટનાની જાણ કરતાં તેઓ દાદનભાઈ વ્હોરા, રામચંન્દ્રભાઇ પટેલ, લાલાભાઇ ભરવાડ, રમેશભાઇ ઠાકોર,પાલીકાનાં કારોબારી ચેરમેન દિપકભાઈ ભટ્ટની સાથે ઘટના સ્થળે પહોંચી જઈને તપાસ કરતાં ગાય અને વાછરડાને પગમાં ફેકચર થયું હોવાથી 1962ની પશુ હેલ્પલાઈનમાં જાણ કરતાં એબ્યુલન્સ આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ગાયોને સારવાર આપી હતી .તેમજ બાવળા પશુ દવાખાનાનાં ડો.મનસુરી પણ આવી પહોંચતા તેમણે પણ સારવાર આપી હતી.અને બંને ઇજાગ્રસ્ત ૫શુંધનને વધુ સારવાર માટે ગૌશાળામાં મોકલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...