તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બગોદરા-ધોળકા હાઇ-વે ઉપર આવેલી બેગવા ચોકડી પાસેથી બાઈક ઉપર પતિ-પત્ની જઈ રહ્યા હતાં ત્યારે કાર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં પતિ-પત્નીને ગંભીર ઇજા થતાં ધોળકાથી પ્રાથમિક સારવાર લઇને અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.જયાં સારવાર દરમ્યાન પત્નીનું મોત થતાં બગોદરા પોલીસે કાર ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાત તાલુકાનાં તરકપુર ગામમાં રહેતાં ઘનશ્યામભાઇ ભાવુભાઇ ડાભી ખેતી કરીને પોતાના કુંટુંબનું ગુજરાન ચલાવે છે. તેઓ અને તેમના પત્ની વિદ્યાબેન 9 તારીખને મંગળવારે સવારે બાઈક ઉપર ગણપતિપુરા દર્શન કરવા માટે નીકળ્યા હતાં.ગણપતિ મંદિરે દર્શન કરીને ધોળકા ખરીદી કરવા માટે નીકળ્યા હતાં. બપોરે તેઓ બેગવા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે સફેદ કલરની આઇ-20 ગાડી નંબર GJ-O3 JR 7411નાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક ઉપર સવાર ૫તિ-પત્નીને હાથે -પગે અને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતાં બંનેને ધોળકાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં.જયાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.જયાં સારવાર દરમ્યાન બુધવારે વિદ્યાબેનનું મોત થતાં મુકેશભાઇ ડાભીએ બગોદરા પોલીસમાં ગાડી ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવતાં લાશનું બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.કરાવીને ગાડી ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હાઇવે પર બેફામ દોડતાં વાહનોને કારણે સર્જાતા અકસ્માતોમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. જેથી બેફામ દોડતાં વાહનો પર અંકુશ મુકવામાં આવે તેવી માગ ઉઠી છે. ચાર રસ્તા પાસે બમ્પ મુકાય તેવી માગ છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.