તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:બાવળામાં રહેતા અને ઝાયડસમાં નોકરી કરતાં યુવકને કોરોના પોઝિટિવ

બાવળા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક કેસ વધતાં બાવળામાં કોરોના પોઝિટિવની સંખ્યા 5 પર પહોંચી

કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ જીલ્લામાં પણ કોરોના પોઝીટીવ કેસો વધી રહ્યા છે. બાવળામાં પક્ષી ભુવન પાસે આવેલા ગણેશ સુપર સ્ટોર્સની બાજુમાં રહેતો યુવક બાવળા- સરખેજ હાવે - ઇ ઉપર આવેલા મોરેયા પાસે આવેલી ઝાયડસ કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. તે કંપનીમાં નોકરી કરતો હતો અને તેને તાવ આવતો હોવાથી તે બુધવારે અમદાવાદ ઝાયડસ હોસ્પીટલમાં ગયો હતો અને તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.અને તેનો ગુરૂવારે રીપોર્ટ પોઝીટીવ આવતાં બાવળા શહેર અને આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.યુવકને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. આરોગ્ય વિભાગ તરત જ તેના ઘરે પહોંચી જઇને સેનેટાઇઝ કરી દીધું છે. તેમજ તેની બાજુની રૂમમાં રહેતાં ચાર લોકોને અને તેનાં સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરોન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પી.આઇ.આર.જી.ખાંટ સ્ટાફ સાથે દોડી જઇને તેની આજુબાજુનો વિસ્તાર અને તેના તમામ રસ્તાઓ બ્લૉક કરી દઇને ત્યાંથી અવર-જવર થાય નહીં તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ યુવક રૂમમાં એકલો જ રહેતો હતો. તે પરપ્રાંતીય હોવાથી ભાડે રહે છે. અને આ વિસ્તારની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. કંપનીનાંમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે છતા કંપની ચાલુ રાખવામાં આવી છે. અને કંપનીમાં શું કારીગરોનું આરોગ્ય ચેક - અપ કે થર્મલ ગન થી તાપમાન માપવામાં નહીં આવતું હોય? તેવો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. બાવળામાં એક કેસ નો વધારો થતાં કોરોના પોઝિટિવ ની સંખ્યા 5 ઉપર પહોંચી ગઇ છે. બાવળામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી આરોગ્ય વિભાગ દ્વારાકોરોનાનું ટેસ્ટીંગ કરવાનું બંધ કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો