તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની મહામારી:3ની ક્ષમતા સામે 10 સવારી, રિક્ષાની મુસાફરી સાથે કોરોના ફ્રી

બાવળા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
રિક્ષામાં આ રીતે ખીચોખીચ મુસા‌ફરોને બેસાડી કોરોનાને ખુલ્લેઆમ આમંત્રણ આપવા સમાન છે. - Divya Bhaskar
રિક્ષામાં આ રીતે ખીચોખીચ મુસા‌ફરોને બેસાડી કોરોનાને ખુલ્લેઆમ આમંત્રણ આપવા સમાન છે.
  • બાવળા સહિત સમગ્ર જિલ્લામાં રિક્ષાચાલકો બેફામ : પોલીસ અને આરટીઓ ઊંઘતા ઝડપાયા

હાલમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે.અને કોરોનાનાં કેશો રોકેટ ગતિએ વધી રહ્યા છે અને મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે.અમદાવાદ અને આજુબાજુનાં તાલુકાની હોસ્પિટલો ખાલી નથી.ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જ્યાં સુધી વેકસીનનાં આવે ત્યાં સુધી તમામે માસ્ક પહેરવું અને સોશિયલ ડીસ્ટન્સ જાળવવું તે જ સૌથી મોટી વેક્સીન છે.પરંતુ લોકો બહુ મોટી ભૂલો કરી રહ્યા છે.ઘણા લોકો માસ્ક પણ પહેરતાં નથી.અને ડીંસ્ટન્સ પણ જાળવતાં નથી. સી.એન.જી. શટલ રીક્ષા તેમજ ખાનગી વાહનમાં પેસેન્જરોને ઘેટાં-બકરાની માફક બેસાડીને નીકળે છે.

સી.એન.જી.રીક્ષામાં 8 થી 10 પેસેન્જરો અનેખાનગી વાહનોમાં પણ 15 જેટલા પેસેન્જરો બેસાડીને બીન્દાસ નીકળે છે.પોલીસ પણ મુક પ્રેક્ષક બનીને જોઈ રહે છે.તેમાં કોઈ જાતનું ડીંસ્ટન્સ જળવાતું નથી ખાસ કરીને કંપનીમાં કામ કરતાં લોકો આવી રીતે ધેટાં-બકરાની માફક બેસીને અવર-જવર કરે છે.કંપનીની બસો પણ ખીચોખીચ કારીગરોને બેસાડીને નીકળે છે.જેમાં ઘણાએ માસ્ક પણ પહેર્યું નથી હોતું.આમાં એકાદ કોરોના સંકમીત હોય તો તે સુપરસ્પ્રેડ બની જાય છે.આમ આવા શટલીયાવાળા લોકો જ કોરોનાને ખુ૯લુ આમંત્રણ આપી રહ્યા છે. અને તે લોકો કંપનીમાં કામ કરતાં લોકો માટે પણ ખતરા સમાન હોય છે.

અન્ય સમાચારો પણ છે...