બાવળા તાલુકાના દેવ ધોલેરા ગામમાં આવેલા કેન્સવિલા ગોલ્ફ કલબમાં ખેડુત પાસેથી જમીન ખરીદીને, એન.એ.પણ કરાવી લીધી હોવા છંતા ખેડુતોએ તે જમીનમાં મકાન બનાવવા લાગતાં તેમને રોકવા જતાં તેમણે દિવાલ પાડી દઈને ગાળો બોલીને આ જમીનમાં આવતા નહીં અને જો તમે આવશો તો તમને મારી નાખીશુ તેવી ધમકીઓ આપતાં કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસમાં ફરીયાદ નોંધાવાઇ હતી.
દેવ ધોલેરામાં કેન્સવિલા ગોલ્ફ કલબમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતાં લોકેન્દ્રસિંહ વિક્રમસિંહ મલિકે કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે કેન્સવિલા ગોલ્ફ કલબની માલિકીની દેવ ઘોલેરાનો જુનો સર્વે નંબર-18 તથા નવો સર્વે નંબર-702 વાળી 14 વિઘા જમીન કંપનીના ખેડુત મહેન્દ્રસિંહ વાઘેલા, રણધીરસિંહ વાઘેલા તથા મુનીશ પટેલે 2002માં વેચાણ દસ્તાવેજથી દેવ ઘોલેરા ગામના ખેડુત ગજરાબેન ધીરૂભાઇ કોળી પટેલ પાસેથી વેચાણ લીધી હતી.
ત્યાર પછી 2005 માં મહેન્દ્રસિંહ વાઘેલા, રણઘીરસિંહ વાઘેલા તથા મુનીશ પટેલ પાસેથી મિલેનીયમ પાર્ક હોલ્ડીંગ પ્રાઇવેટ લીમીટેડ અને કેન્સવિલા ગોલ્ફ કંપનીમાં ટ્રાન્સફર કરી હતી. તેને 2009 માં એન.એ. કરવામા આવી હતી. હાલમાં આ જમીનના 7 તથા 12 ના ઉતારામાં મિલેનીયમ પાર્ક હોલ્ડીંગ પ્રાઇવેટ લીમીટેડ અને કેન્સવિલા ગોલ્ફ કંપનીના નામે છે. અહીં પથ્થરની પાકી દીવાલ બનાવી છે.
આ જમીન આજથી 5-7 દીવસ પહેલા દેવ ઘોલેરા ગામના બાબુભાઇ ધીરુભાઇ કોળી પટેલ, ભઇરામભાઇ ગોરઘનભાઇ કોળી પટેલ, દીલાભાઇ વિરમભાઇ કોળી પટેલ અને ગંગારામભાઇ ભીખાભાઇ (પગી)એ ખેતરમાં બનાવેલી પથ્થરની દીવાલ આશરે 20 થી 25 ફુટ જેટલી દીવાલ તોડી નાખી અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મકાન બનાવવાનું કામકાજ કરવા લાગતાં તેઓને જે તે વખતે ના પાડી હતી. જેથી તેમણે તેમનુ કામ બંધ કરી દીધુ હતું.
4 તારીખે આ જમીનમાં મકાન બનાવવાનું કામકાજ કરવા લાગ્યા હતા. અને ચાર રૂમો બનાવતાં હોવાથી જેમા 2 રૂમના પાયા ખોધી નાખ્યા હતા. જેથી ફરિયાદી અને સિક્યુરીટીના જીવણભાઇ દેવ ઘોલેરા અને બળદેવભાઇ બલદાણા આ જમીનમાં હાજર હતા ત્યારે ગંગારામ ભીખાભાઇ પગી, બાબુ ઘીરૂભાઇ કોળી પટેલ લાકડીઓ લઇ આવીને જેમ ફાવે તેમ ગાળો બોલીને કહેવા લાગ્યા કે તમો આ જમીનમાં આવતા નહીં, નહીંતર તો તમને મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.