તપાસ:નાણાં ચૂકવ્યા છતાં વ્યાજખોરોનો ત્રાસ વધતા કોન્ટ્રાક્ટરનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

બાવળા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવળાના કોન્ટ્રાક્ટરે 4 વર્ષ પહેલા 7થી 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા
  • મૂડી કરતાં વધારે વ્યાજ ભર્યું​​​​​​​ હોવા છતાં વ્યાજખોરો કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફિનાઇલ પી લેતાં સારવાર હેઠળ, બાવળા પોલીસે 5 વ્યાજખોર સામે ગુનો દાખલ કર્યો

બાવળામાં રહેતાં કોન્ટ્રાકટરે ચાર વર્ષ અગાઉ વ્યાજખોરો પાસેથી 7 થી 10 ટકાનાં ઉંચા વ્યાજે રૂપીયા લીધા હતાં.તેમણે મુડી કરતાં વધારે વ્યાજ ભર્યું હોવા છતા વ્યાજખોરો અવાર નવાર ઘરે જઇ જેમ ફાવે તેમ બોલીને નાણાં વ્યાજ સહિત પરત આપવા કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં તેમજ મોબાઇલ ફોનથી પણ જેમફાવે તેમ બોલતા હોવાથી મનમાં લાગી આવતાં ફીનાઇલ પી લીધું હતું.

અને તેમણે બાવળા પોલીસમાં 5 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બાવળામાં આવેલી હરીકૃષ્ણ સોસાયટીમાં રહેતાં નિલેશભાઇ હિરાલાલ ભટ્ટ ( મુળ ગામ કાવિઠા) એ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તે લેબર કોન્ટ્રોક સંપ્લાય રાખીને કુંટુંબનું ગુજરાન ચલાવે છે.

ચારેક વર્ષ પહેલાં કાવિઠા ગામનાં યોગેન્દ્રસિંહ અશોકભાઇ રાઠોડ પાસેથી લોકડાઉન હતું ત્યારે માણસો માટે રૂપીયાની જરૂર પડતાં 3,00,000 રૂપીયા દસ ટકાનાં વ્યાજે, મહેન્દ્રસિંહ બચુભાઈ રાઠોડ પાસેથી 4,00,000 રૂપીયા દસ ટકાનાં વ્યાજે,ઘમાભાઇ વિનુભાઈ રાઠોડ પાસેથી 30,000 રૂપીયા, દસ ટકાના વ્યાજે, મુકેશભાઇ ગજાનંદ રાવલ પાસેથી 2,90,000 રૂપીયા સાત ટકાના વ્યાજે, રામજીભાઇ વેગડાભાઇ (રહે.બલદાણા) પાસેથી 2,00,000 રૂપીયા દસ ટકાના વ્યાજે લીધા હતાં.

આ તમામ માણસોને મેં મુડી કરતાં વઘારે વ્યાજ આપેલ હોય તેમ છતા આ માણસો મારા ઘરે અવાર નવાર આવી મને જેમફાવે તેમ બોલી અને અમારા પૈસા આપી દે નહીતર ઘર ખાલી કરવાની તથા જાનથી મારી નાખવાની ઘમકીઓ આપના હતાં.

3 તારીખે હું સવારે ઘેરથી સાડા સાત વાગ્યે બાઇક લઇને ઇ.આઇ.એન્જીનીયરીંગ, મોરૈયા ખાતે મારે લેબર સપ્લાયનો કોન્ટ્રાકટ હોય ગયો હતો અને યોગેન્દ્રસિંહે મને વારંવાર ફોન કરી ચાંગોદર સરસ્વતીનગર કેનાલ પાસે આવેલી એસ.બી.આઇ બેંક ખાતે બોલાવતાં હોવાથી તેમજ બીજા માણસો પણ ઘરે આવી તથા ફોનથી જેમફાવે તેમ બોલી જાનથી મારી નાખવાની ઘમકીઓ આપતાં હોવાથી હું ઇ.આઇ.એન્જીનીયરીંગમાં કચરા પોતા માટે કારીગરો આવતા હોય જેઓ ફીનાઇલ બહાર મુકીને જતાં હોય તેમાંથી થોડુ ફીનાઇલ પ્લાસ્ટિકની કોથળીમાં કાઢી લઇને હું ત્યાંથી બાઈક લઇ ઘરે આવવા નીકવ્યો હતો.

અને રજોડા પાટીયા ગણપતી મીલ ખાતે 10 વાગ્યે પહોચીને ત્યાં મે ફીનાઇલ પી લીધું હતું અને હું ઘર આવીને જમવા બેસેલો અને મને ઉલ્ટીઓ થતાં મારી પત્ની મને લઇ ઘોળકા હોસ્પીટલ લઇ ગઇ હતી. અને સારૂ થતાં 4 તારીખે સાંજનાં રજા આપતા ઘરે આવ્યા હતાં. 5 તારીખે મને ઉલ્ટીઓ તથા ગભરામણ થતાં મારી પત્ની સાથે સરખેજની હોસ્પીટલમાં દાખલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...