તપાસ:બાવળામાં કોન્ફરન્સ કોલમાં જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતાં ફરિયાદ

બાવળા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે યુવાન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બાવળા તાલુકાનાં રાશમ ગામમાં આવેલી સરકારી જગ્યામાં મસ્જીદ નિમાર્ણની કામગીરીનો વિરોધ ઉઠાવી સામાજીક કાર્યકરોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપતાં તે વાતનું મનદુ:ખ રાખીને કોન્ફરન્સ કોલમાં ઇરાદાપુર્વક અનુસુચીત જાતીનાં સમુદાયને ઉતારી પાડવાનાં ઇરાદે અપમાનીત કરે તેવા જાતી વિષયક અપશબ્દો બોલતાં તેનાં વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે એટ્રોસીટીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળામાં રહેતાં હિતેષકુમાર સુરેશભાઇ જાદવે ( અનુસુચીત જાતી ) બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ગઇ 20 તારીખે મારા મિત્ર અશ્વિનભાઇ ઝાલાએ તેમના મોબાઇલથી મને એક 8:46 મીનીટની ઓડીઓ કલીપ મારા મોબાઇલમાં વોટસએપમાં મોકલી હતી અને મને જણાવ્યું કે મેલાભાઇ રામજીભાઇ રબારી ( રહ. ૨જોડા, તા.બાવળા) અને પરેશભાઇ પટેલ ઉર્ફે પી.કે.(બાવળા) કોન્ફરન્સ કોલમાં કિશોરભાઇ (બાવળા) ને દબાવે છે તે સાંભળી લો. જેથી મેં તે ઓડિયો ક્લીપ સાંભળતાં તેમાં કોન્ફરન્સ કોલમાં ત્રણ વ્યક્તિએ વાત કરેલાની કોલ રેકોર્ડિંગની ક્લીપ હતી.

જેમાં મેલાભાઇ રબારી તથા પરેશભાઇ પટેલ ઉર્ફે પી.કે તથા કિશોરભાઇ ઠક્કર એકબીજા સાથે રાશમ ગામમાં સરકારી જગ્યામાં ગેરકાયદે રીતે બનતી મસ્જીદ બાબતે સામાજિક કાર્યકરોએ તાલુકા વિકાસ અધિકારી બાવળા ખાતે આવેદન આપ્યું હોય જેમાં ઉપરોક્ત ત્રણેય વ્યકતી સામેલ ન હોય જે વાતનું મનદુ:ખ રાખી તેની વાતચીત કરી હોવાનું જણાવ્યું છે.

જેમાં મેલાભાઇ રબારીએ છેલ્લે આપડે ઢેટ હોય એમ જાતી વિષયક અપશબ્દોનો પ્રયોગ કર્યાનું સાંભળ્યું હતું. જે ઓડિઓ ક્લિપ એક અનુસૂચિત જાતી સમુદાયમાંથી આવતા હોય અમારા સોશીયલ મીડીયા વોટએપમાં મોકલી આપી અનુસુચીત જાતી સમુદાયને અપમાનીત કરી નીચા દેખાડવા સારું બોલેલ છે . જેથી આ મેલાભાઇ રબારી નામના વ્યક્તિ વિરુદ્ધમા ફરીયાદ નોંધવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...