બાવળા તાલુકાનાં ચિયાડા ગામમાં પોતાની પત્નીને પોતાના બનેવી સાથે આડા સંબંધ હોવાનો ખોટો વહેમ રાખીને પોતાની સાસરીમાં મારજૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપી ઘરનું કામકાજ આવડતું નથી અને પિયરમાંથી દાગીના હલકા ફોતરા જેવા આપ્યા હોવાનું કહીને મેણાટોણા મારી માનસિક ત્રાસ આપીને પોતાનો પૌત્ર સાથે લઇ જવાનું કહીને ગાળો બોલી ઉશ્કેરાઇ જઇને કાકાનાં ઘરમાં તોડફોડ કરી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને શારીરિક માનસિક ત્રાસ આપ્યાની બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાવળા તાલુકાનાં ચિયાડા ગામમાં રહેતાં સરોજબેન ઉર્ફે ટીનીબેન ભુપેન્દ્રભાઇ ચૌહાણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી સાતેક વર્ષથી મારા પતિ મારા બનેવી કમલેશભાઇ સાથે મારા આડા સબંધ હોવાનું વહેમ રાખી મને અવા૨ નવાર મારી સાથે ઝઘડો તકરાર કરી મને મારઝુડ કરીને તારા પિયર જતી રહે તેમ કહેતાં હોય પરંતુ મારો ઘર સંસાર ભાંગે નહી તે માટે હું કોઇને આ વાત કરતી નહીં અને સહન કરી હું મારી સાસરીમાં રહેતી. અને મારા સાસુ તને કોઇ ઘરનું સારી રીતે કામકાજ કરતાં આવતું નથી તેમ કહી મને અવાર નવાર મેણાં ટોણાં મારતાં રહેતા અને મને મારા શ્રીમતમાં મારા પિયરમાંથી આપેલા દાગીનાં સાવ હલકા ફોતરા જેવા આપ્યા છે તેમ કહી મેણા ટોણા મારી અમને જુદા રહેવા જતાંનું કહેતા.1 તારીખે મારા પિતા તથા કાકાનો જન્મ દિવસ હોવાથી હું તથા મારા દિકરા-દિકરીને લઇને શીયાળ ગામે મારા પિયરમાં આવી હતી.
બીજા દિવસે મારા પતિ નોકરીએ જવાનું હોવાથી તેઓ જતાં રહ્યા હતાં. મારા પતિ મારી ઉપર આડા સબંધનો ખોટો વહેમ રાખી અવાર નવાર મારઝુડ કરી સારીરીક માનશીક ત્રાસ આપતાં હોવાથી સહન ન થતો મેં આ વાત મારા પિતાને તથા મારા કાકાને વાત કરી હતી. સાંજના મારા સસરા ભીખાભાઇનો મારો પિતા ઉપર મને તેડી જવા માટે ફોન કરતાં તેમણે કહ્યું કે તમે શારીરીક માનશીક ત્રાસ આપતાં હોવાથી મોકલવાની નથી તેવું કહ્યું છે.તેમણે કહ્યું કે મારા પૌત્રને હું આવીને લઇ જઇશ. મારા પતિ કહેવા લાગ્યા કે મારા છોકરાઓ મને નહીં આપો તો હું અહીજ મરી જઇશ તેમ કહેતાં અમે 100 નંબર ઉપર ફોન કરી જાણ કરતાં બગોદરા પોલીસ આવી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.