ઠગાઈ:બાવળાના રાશમ ગામની જમીન પર કરોડોની લોન લઇ છેતરપિંડી કર્યાની પોલીસમાં 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

બાવળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

બાવળા રાશમ ગામની ઔદ્યોગિક હેતુ વાળી બિનખેતીની જમીનમાં ધંધો શરુ કરવા માટે જમીન ઉપર દુધની ડેરીના પ્રોજેક્ટ માટે લોન મેળવવા માટે 6 વ્યક્તિએ ખોટી કંપની ઉભી કરી ખોટા ડોક્યુમેન્ટસ બનાવીને જુદી જુદી બેન્કોમાંથી કરોડો રૂપીયાની લોન કંપનીના નામે ધીરાણ મેળવી ધીરાણનો દુર ઉપયોગ કરીને ખેડુતને તે કંપનીના ડીરેક્ટર તરીકે નિમણુંક નહી આપીને તેમજ કંપનીના શેર નહી આપી ખેડુતની જમીન કંપનીના નામે પડાવી લઇ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ખોટી રીતે બેન્કમાંથીથી મેળવેલા ધીરાણના રૂપીયાનો અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં રાશમ ગામનાં અને બાવળાની શ્રીનગર સોસાયટીમાં રહેતાં અશોકભાઇ ચીમનલાલ પટેલ ખેતી કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. તેમની રાશમ ગામમાં નવો સર્વે નંબર 860 પૈકી 8000 ચો.મી.બીનખેતીની જમીન ઉ૫૨ દુધની ડેરીના પ્રોજેક્ટ માટે લોન મેળવવા માટે અમદાવાદનાં સી.એ. રમેશભાઇ કિશનચંદ મંશારામાણીને કામ સોંપ્યું હતું. જેથી સી.એ.એ તેમના મિત્ર અનિલ.કે.હુકમતાણીની સલાલાહ એન્ટરપ્રાઇઝ કંપનીના ડીરેક્ટર તથા તેમના ભાઇ ઉમેશ.કે. હુકમતાણીને અશોકભાઇની ઓફિસે મોકલેલા જેમાં ઉમેશએ પોતે યુનિયન બેંકના મેનેજર હોવાનું અને ડેરી પ્રોજેક્ટના ધિરાણની ફાઇલ તેમની પાસે છે.

જમીનની વિઝીટ તથા ઇન્સપેકશન કરવા આવ્યા છીએ તેમ કહીને રાશમ ગામની જમીન જોઈ હતી. ત્યારબાદ તેઓએ એકબીજાની મદદગારીથી આ જમીન તેમની સલાલાહ એન્ટ૨પ્રાઈઝ પ્રા.લી કંપનીના નામે કરી લઇને તેની ઉપર મોટી રકમની લોન લેવા માટેનું કાવતરૂ ઘડીને અશોકભાઈને જણાવ્યું કે તમારી જમીન ઉપર દુધની ડેરીના પ્રોજેકટની લોન મંજુર થઇ શકે તેમ નથી. પરંતુ અમારી કંપનીમાં તમને ડાયરેકટર તરીકે લઇશું તેવી લાલચ આપીને જમીન ઉપર મેટલ સપ્લાયનો ધંધો કરવા માટેના પ્રોજેક્ટ શરૂ કરવા માટે એક સમજુતી કરાર તારીખ 1/8/11ના રોજ કર્યો હતો. 

આ કંપનીના અગાઉના ખર્ચમાં સામેલ કરવા એકબીજાના મેળાપીપણામાં ગુનાહીત કાવતરું રચીને વિશ્વાસઘાત અને ઠગાઇ કરવા માટે જમીન માલીકને સામેલ કરવાના ઇરાદે સમજૂતી કરારમાં તારીખમાં ચેકચાક કરીને તારીખ 9/7/10 નો સુધારો કરી ખોટુ ડોક્યુમેન્ટ બનાવ્યું હતું.ત્યારબાદ મુડી તરીકે જમીન રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નંબર 330/11 થી તારીખ 9/9/11થી સલાલાહ એન્ટરપ્રાઇઝ પ્રા.લીના અધિકૃત ડીરેકટર અનિલ.કે.હુકમતાણીએ પોતાના નામે કરી લઇને આ જમીન તથા ડીરેકટર શ્રેયા રમેશભાઇ મંશારામાણી, તેમના પતિ રમેશભાઇ કિશનચંદ મંશારામાણીએ તેમના માલીકીના ફ્લેટ અગાઉ 2011 માં કોટક  અનુસંધાન પાના નં-3

ફરિયાદમાં આ આરોપીઓનો સમાવેશ થાય છે
સલાલાહ એન્ટરપ્રાઇઝ પ્રા.લી.ના ડીરેકટર અનિલ કુંદનલાલ હુકમતાણી, ડીરેક્ટર ઇન્દુ અનિલ હુકમતાણી (રાજકોટ ), ઉમેશ કુંદનલાલ હુકમતાણી (નારણપુરા,અમદાવાદ ), સલાલાહ એન્ટરપ્રાઇઝ પ્રા.લી.ના સી.એ.તથા ગેરંટર રમેશભાઇ કિશનચંદ મંશારામાણી, ડીરેક્ટર શ્રેયાબેન રમેશભાઇ મંશારામાણી ( બોડકદેવ, અમદાવાદ ), ભાવેશ લક્ષ્મણદાસ દરીયાનાપીની શ્રી બાલાજી એન્ટરપ્રાઇઝ, રાજકોટ, યુનિયન બેંક ઓફ ઇન્ડીયા, જવાહરચોક, મણીનગર અમદાવાદ શાખાના જે તે વખતની લોન મંજુર કરનાર અધિકારીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...