અકસ્માત:હસનનગર પાટિયા પાસે બસના ટાયરમાં આવી જતાં બાળકનું મોત

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા પોતાની 4 દીકરી અને દીકરા સાથે પરત આવી રહી હતી ત્યારે પાછળથી આવતી બસે બાળકને અડફેટે લીધો

બાવળા તાલુકાનાં હસનનગર પાટીયા પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતાં મજુરી કરતી વ્યક્તિ તેનાં બાળકોને લઈને કુદરતી હાજતે જઇને પરત ફરી રહ્યા હતાં ત્યારે બાવળા એસ.ટી.ડેપોની એસ.ટી.બસનાં ટાયર નીચે આવી જતાં 8 વર્ષનાં બાળકનું સારવાર મળે તે પહેલા મોત થવા પામ્યું હતું.ઘટનાની જાણ કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસને થતાં તે ઘટનાં સ્થળે પહોંચી જઇને લાશનું પી.એમ.કરાવી અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

શીયાળ ગામમાં આવેલી જુનાફળી પઢારવાસ ચરમળીયાવાસના મંદિર પાસે રહેતાં ઉદાભાઇ નાનજીભાઇ પઢાર પરિવાર સાથે છેલ્લા ચાર વર્ષથી બાવળા તાલુકાનાં હસનનગર પાટીયા પાસે આવેલી અંબીકા ફટાકડાની ફેકટરીમાં પરીવાર સાથે મજુરીકામ કરે છે. તેમણે કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે સાંજનાં છ વાગ્યે મારી માતા મરેમબેન મારા દીકરા રોહીત અને મારી 4 દીકરીઓ સાથે કુદરતી હાજતે જવા માટે બહાર નીકળેલા હતાં.

કુદરતી હાજતે જઇને પરત આવતાં હોવાથી તે વખતે દહેગામડાથી કેરાળા તરફ જવાનાં રોડ ઉપર અમે રોડની સાઇડમાં ચાલતાં ચલતાં જતાં હતાં ત્યારે પાછળથી બાવળા એસ.ટી.ડેપોની બાવળા - મેટાલ રૂટની એસ.ટી.બસ નંબર GJ 18 Z 2633 પુરઝડપે આવીને રોહીત (ઉ.વ. 8)ની સાથે ભટકાતાં બસનું પાછળનું ટાયર રોહીતના શરીર ઉપર ચડી ગયું હતું.જેથી તેનું મોઢાનો ભાગ છુંદાઇ ગયો હતો અને શરીરે ઇજા થઇ હતી.જેથી માણસો ભેગા થઈ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...