રાજકારણ:અમદાવાદ જિલ્લા કોગ્રેસમાં ભંગાણ, જિલ્લાના પ્રવક્તાએ રાજીનામું આપ્યું

બાવળા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાવળામાં રહેતાં અને સામાજીક કાર્યકર તરીકે કામ કરતાં ડાભી મયુરધ્વજસિંહ અજીતસિંહને 2 મહીના પહેલા અમદાવાદ જિલ્લા કોગ્રેસ પ્રવકતાની જવાબદારી આપવામાં આવી હતી. પરંતુ તેઓએ કોગ્રેસ પક્ષ સામે નારાજ થઈને પોતાના હોદા ઉપરથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું ધરી દેતાં પક્ષમાં મોટું ભંગાણ પડયું હતુ.

તેમણે રાજીનામું ધરી દેતાં જણાવ્યું છે કે, મારા સમાજને સદાય અન્યાય થતો હોવાથી રાજકારણમાં અમારા સમાજમાં સદાય અન્યાય થઈ રહ્યો હોવાથી અને મારા સમાજની સદાય ઉપેક્ષા થઈ હોવાથી અને યોગ્ય પ્રતિનીધીત્વ પક્ષ તરફથી મળતું નહી હોવાથી તેમજ ગત વિધાનસભાની ચુંટણીઓમાં પણ અમદાવાદ જિલ્લામાંથી યોગ્ય પ્રતિનિધીત્વ મળ્યું નથી. જેથી કોગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપું છું. જેથી હું આ પક્ષની સંપુર્ણ જવાબદારીમાંથી મુક્ત થાવ છું.

અન્ય સમાચારો પણ છે...