ગાળો બોલીને મારામારી:બાવળા તાલુકાના કવલામાં છોકરાઓને રમવા બાબતે લાકડીથી હુમલો કરાયો

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠપકો આપવા જતાં જેમ ફાવે તેમ ગાળો બોલીને માર મારતાં, 2 ને ઇજા થઇ

બાવળના કવલા ગામમાં છોકરાને તોફાન ન કરવા ઠપકો આપવા જતાં જેમ ફાવે તેમ ગાળો બોલીને ધારીયા, લાકડી અને લોખંડનાં સળીયાથી માર મારતાં 2 ને ઇજા થવા પામી હતી. અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતાં કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસમાં 4 વ્યકિત સામે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ હતી.

કવલા ગામમાં આવેલા કેશડીયો વાસમાં રહેતાં જાગૃતિબેન ઘનશ્યામભાઇ કોળી પટેલે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, બપોરે 12 વાગે નાના છોકરા મારા ઘરની વંડી જોડે રમતા રમતા તોફાન કરતાં હોવાથી બહુ બખાળો કરતાં હોવાથી મેં છોકરાઓને કહ્યું કે તોફાન ના કરો, બખાળો બહુ કરો છો મને માથું દુ:ખે છે.

આઘા જઇને રમો. તેમ કહેતાં કિશન(છોકરો) પ્રહલાદભાઇએ તેના ઘરે જઇ તેની માતા અને કાકીને કહ્યું તો કિશનની કાકી સંગીતાબેન હરગોવીંદભાઇ મારા ઘરે આવીને મને જેમ ફાવે તેમ ગાળો બોલીને કહ્યું કે અમારા છોકરાને કંઇ કહેવાનું નહી. તેમ કહી મારી સાથે ગડો કરીને મને લાફા મારી ઝગડો કરતાં તે વખતે વિમળાબેન રણછોડભાઇએ મને છોડાવી હતી.

પછી ફરીથી સાંજનાં 5 વાગે પ્રહલાદ નાનજીભાઇ કોળી પટેલ ધારીયું લઇને, રેખા પ્રહલાદભાઇ લાકડી લઇને અને સંગીતાબેન હરગોવિંદભાઇ હાથમાં લોખંડનો દાઢો લઇને મારા ઘરે આવીને કહેવા લાગ્યા કે બપોરે તારો પારસ કહેતો હતોને મારી મમ્મીને કેમ મારો છો. મે મારા છોકરા પારસને ઘરમાં મોકલી બહારથી ઘર બંધ દીધુ હતું. તે વખતે પ્રહલાદે મને એકદમ ગાળો બોલીને ઝગડો કરવા લાગતાં મે ગાળો બોલવાની ના પાડતાં તે 3 જણા ઉશ્કેરાઇ જઇ મને ધારીયું, લાકડી અને લોખંડનાં રોડથી મારવા લાગ્યા હતાં.

જેથી કપાળમાંથી લોહી નિકળવા લાગ્યું હતું અને શરીરે હાથે પગે માથામાં ઇજા થવા પામી હતી. તે વખતે મારી દીકરી લક્ષ્મીબેન મને છોડાવવા આવતા રેખાબેને તેને પણ લાકડીથી માર મારતા કપાળમાં ઇજા થઇ હતી. તેમજ હરગોવિંદભાઇ નાનજીભાઇ કોળી પટેલ હાથમાં સળીયો લઇ મારી દીકરીને મારવા આવતાં ફળીયાનાં બીજા માણસોએ આવી અમને વધુ માર માંથી છોડાવતાં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને જતાં રહ્યા હતાં. મને અને મારી દિકરીને ઇજા થઇ હોવાથી 108 બોલાવીને બાવળા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદ સિવીલ રીફર કર્યા હતા. તેથી પોલીસે 4 વ્યકિત સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...