તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:આયસરના ચોરખાનામાંથી 660 બોટલ દારૂ સાથે બુટલેગર ઝબ્બે

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • LCB એ બગોદરામાં ધોળકા ત્રણ ૨સ્તા પાસેથી

જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે બાતમી આધારે બાવળા તાલુકાનાં બગોદરા પાસે આવેલા ધોળકા ત્રણ ૨સ્તા પાસેથી આયસર ગાડીમાંથી 4,83,960 રૂપીયાની 660 બોટલ વિદેશી દારૂ મળી આવતાં તેને જપ્ત કરીને ગાડી તથા મોબાઇલ મળીને કુલ 9,86,730 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને એક બુટલેગરને પકડી લઇ તેને જેલના સળીયા પાછળ ધકેલી દઈ માલ મોકલનાર અને માલ આપી જનાર બંનેને વોન્ટેડ જાહેર કરી ત્રણેય વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ બગોદરા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ પ્રેટ્રોલીંગ કરી રહી હતી અને તે ફરતા ફરતા બગોદરામાં આવેલા ધોળકા ત્રણ ૨સ્તા પાસે આવેલા ઢાબા પાસેના હાઇ-વે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે તેમની આગળ જઈ રહેલી આયસરમાં વિદેશી દારૂ ભરેલો હોવાની શંકા જતાં આયસરને ઉભી રખાવીને તપાસ કરતાં ગાડીની ચેસીસ અને બોડીનાં ભાગમાં ચોરખાનું મળી આવ્યું હતું અને તેમાંથી 660 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી.

જેથી એલ.સી.બી.એ 4,83,960 રૂપીયાની 660 બોટલ વિદેશી દારૂની, 5 લાખની આયસર, 2270 રૂપીયા રોકડા, 500 રૂપીયાનો મોબાઇલ મળી કુલ 9,86,730 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને ગાડી ચાલક બુટલેગર મનોહરસિહ મોહનલાલજી બિશનોઇ (રાજસ્થાન)ને પકડી લઇને જેલના સળીયા પાછળ ધકેલી દઈને એલ.સી.બી.એ બગોદરા પોલીસમાં વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને માલ મંગાવનાર એમ ત્રણેય વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...