તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કાવીઠામાંથી વિદેશી દારૂની 30 બોટલો સાથે બુટલેગર ઝબ્બે, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બાવળા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બાવળા તાલુકામાં અને શહેરમાં તહેવારો ઉપર વિદેશી અને દેશી દારૂનું ધૂમ વેચાણ વધી જવા પામે છે. ત્યારે બાવળા પોલીસ તહેવારોને લઇને કોઇ અનિચ્છનીય બનાવ ના બને અને અસામાજિક તત્વો ઉપર વોચ રાખવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાવળા પોલીસને બાતમી મળી હતી કે તાલુકાનાં કાવીઠા ગામમાં રહેતો ગંભીરસિંહ વિક્રમભાઇ રાઠોડ ગામની સીમમાં આવેલી ગવારીયા વાળી નેળમાં બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને વેચાણ કરી રહ્યો છે.

બાતમીનાં આધારે બાવળા પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં બાવળની ઝાડી પાસે બુટલેગર ગંભીરસિહ હાજર હતો અને તે પોલીસને જોઇને ભાગવા લાગ્યો હતો પરંતુ પોલીસે પીછો કરીને તેને પકડી લીધો હતો. અને બાવળની ઝાડીમાં તપાસ કરતાં ખાખી કલરના પુંઠાના બે બોક્સ મળી આવ્યા હતાં. બોક્સમાં તપાસ કરતાં તેની અંદરથી વિદેશી દારૂની 30 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 15000 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરીને બુટલેગરને જેલના સળીયા પાછળ ધકેલી દઈને તેની વિરૂદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂની બદીને અટકાવવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો