તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:બાવળામાં મહારક્તદાન શિબિર, 300થી વધુ લોકોએ રક્તદાન કર્યું

બાવળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું - Divya Bhaskar
મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
 • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી

અમદાવાદની રચનાત્મક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઈ - કોમર્સ કંપની અસોર્ટ ડોટ કોમની સંસ્થા અસોર્ટ કમ્યુનિટી અને સિવિલ હોસ્પીટલ બ્લડ બેંકનાં સહયોગથી બાવળામાં આવેલા ઝવેરી બજાર કોમ્પલેક્ષમાં મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા રક્તદાન કેમ્પમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મુખ્ય અતિથિપદે ઉપસ્થિત રહ્યા હતાં.આ ઉપરાંત બાવળા-સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, બાવળા નગરપાલિકાના પ્રમુખ પ્રવિણભાઈ વાણીયા, બાવળા શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, કારોબારી ચેરમેન દિપકભાઈ ભટ્ટ, પી.ડી.પટેલ, સીવીલ બ્લડ બેંકનાં ડો.નીધીબેન, પાલીકાનાં સભ્યો હાજર રહ્યા હતાં.

આ પ્રસંગે નીતીશભાઇ પટેલે જણાવ્યું હતું કે લોહીની કોઈ ફેકટરી નથી. તેને વૈજ્ઞાનિકો પણ બનાવી શક્યા નથી. ત્યારે માણસને જ્યારે લોહીની જરૂર પડે છે ત્યારે માણસે જ લોહી આપવું પડે છે.રક્તદાન એ મહાદાન છે. ગુજરાત રાજય રક્તદાન કરવામાં પણ પ્રથમ નંબરે છે. તેમજ અંગદાન કરવામાં પણ ગુજરાત પ્રથમ નંબરે આવે છે.પહેલા એક માણસ લોહી આપે તો એક જ વ્યકિતને કામ આવતું હતું. કોરોના ટેસ્ટીંગ પણ વિના મુલ્યે કરવામાં આવી રહ્યા. તેમજ સરકારનાં ગુણગાન ગાયા હતાં. આ મહા રક્તદાન કેમ્પમાં 300 થી વધારે રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓને ટ્રસ્ટનાં બલભદ્રસિંહ ચાવડા,મૌલિન મહેતા તરફથી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો