રજૂઆત:બાવળામાં 8 રોડ હલકી કક્ષાનાં બનતાં કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં મૂકી પેમેન્ટ નહીં ચૂકવવા માગણી

બાવળા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાવળામાં 8 રોડ હલકી કક્ષાનાં બનતાં કોન્ટ્રાકટરોને બ્લેક લીસ્ટમાં મુકી પેમેન્ટ નહીં ચુકવવા ૨જુઆત. - Divya Bhaskar
બાવળામાં 8 રોડ હલકી કક્ષાનાં બનતાં કોન્ટ્રાકટરોને બ્લેક લીસ્ટમાં મુકી પેમેન્ટ નહીં ચુકવવા ૨જુઆત.
  • પેમેન્ટ ચૂકવાશે તો ઉપવાસ આંદોલનની ચીમકી સાથે ચીફ ઓફિસરને રજૂઆત કરાઇ

બાવળા નગરપાલિકા હદ વિસ્તારમાં અલગ-અલગ 8રોડ જુદા જુદા કોન્ટ્રાકટરોએ આર.સી.સી. રોડ બનાવ્યા છે. આ રોડ એકદમ હલ્કી કક્ષાનાં બન્યા હોવાથી અને ટૂંકા ગાળામાં જ તૂટી ગયા છે. આ રોડો બનાવનાર કોન્ટ્રાકટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેમજ તેમનું બીલ અને ડિપોઝિટનું ચુકવણું કરવામાં ના આવે તેમજ તેની વિજિલન્સ તપાસ કરવામાં આવે. જો તેમને પેમેન્ટ ચુકવવામાં આવશે તો ઉપવાસ આંદોલન કરવામાં આપશે તેવી લેિખત રજુઆત ચીફ ઓફિસરને કરવામાં આવી છે.

બાવળા નગરપાલિકા દ્વારા નગરપાલિકા હદ વિસ્તારમાં 8 રોડને આર.સી.સી.નાં બનાવવા માટે ટેન્ડર બહાર પાડીને જુદાં-જુદાં કોન્ટ્રાકટરો અને એજન્સીને કામ આપવામાં આવ્યા હતાં.જેમાં ઈંગ્લિશ મીડિયમ બોરથી બાગે અમન સોસાયટી સુધીનો રોડ, એસ.એમ.પટેલ સ્કૂલથી ગણેશ ચોકડી સુધીનો રોડ, ગર્લ્સ સ્કુલ ચોકડીથી આર્ચી ફાર્મ સુધીનો રોડ,આર્ચી ફાર્મથી નારાયણ રેસીડેન્સી સુધીનો રોડ, મુખીનાં ઢlળથી એ.પી.એમ.સી.સુધીનો રોડ, ગર્લ્સ સ્કૂલથી પાર્થભૂમી સોસાયટી સુધીનો રોડ, શોપિંગ કોમ્પલેક્ષથી સમર્પણ સોસાયટી સુધીનો રોડ, ઈંગ્લિશ મીડિયમ સ્કૂલથી સાંઇ એવન્યુ સુધીનો રોડને કોન્ટ્રાકટરોએ લોટ,પાણી અને લાકડાનો એકદમ હલકી કક્ષાનો બનાવવામાં આવ્યા છે.

આ તમામ રોડ એકદમ ઓછા સમયમાં જ તૂટી જવામાં આવ્યા છે.આ રોડ જયાં - જયાં તૂટી ગયા છે તે તમામ રોડ તોડીને ફરીથી નવા બનાવવામાં આવે. આ રોડ જયાં સુધી સારી ક્વોલિટીનાં ના બનાવવામાં આવે ત્યાં સુધી તે કોન્ટ્રાકટરોનું બીલ અને ડિપોઝીટ છૂટી કરવામાં ના આવે તેવી લેખિત અરજી સામાજીક કાર્યકર અને પાલિકાનાં સદસ્યનાં પતિ મયુરધ્વજસિંહ ડાભીએ પાલિકાનાં ચીફ ઓફિસરને કરી છે.

તેમણે વધુમાં અરજીમાં જણાવ્યું છે કે જો કોન્ટ્રાકટરોને પેમેન્ટ કરાશે તો તમામ જવાબદારી પાલિકા અધિકારીની રહેશે.તેમજ આ રોડનાં કોન્ટ્રાકટરોનું કોઈપણ નવું કામ ચાલુ હોય તો તેને અટકાવી દેવામાં આવે અને આ તમામ કોન્ટ્રાકટરોને બ્લેક લિસ્ટમાં મૂકીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. તેમજ જરૂર જણાય તો વિજિલન્સની તપાસ કરવામાં આવે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો એક અઠવાડિયામાં આ તમામ રોડનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા કચેરી બહાર ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...