કાર્યવાહી:કોઠાતલાવડીની વાડીમાં તાંત્રિક વિધિના બહાને યુવતી પર ભુવાએ દુષ્કર્મ આચર્યુ

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘તારા ઉપર કોઈએ મેલી વિદ્યા કરી છે પણ બધું સારું થઈ જશે’ કહીને

બાવળાનાં કોઠાતલાવડી ગામની વાડીમાં સુરેન્દ્રનગરનાં વસ્તડી ગામનાં ભુવાએ તાંત્રિક વિધિ કરવાનાં બહાને દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં દ્વારકા ગામની 22 વર્ષની યુવતી ઉપર દુષ્કર્મ કર્યું હતું.યુવતીને આંખે ઓછું દેખાતું હોવાથી વિધિ કરવાનાં બહાને ભુવાએ દુષ્કર્મ કર્યું હતું.જેથી યુવતીએ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ભોગ બનનાર યુવતીએ બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે દેવભૂમિ દ્વારકામાં રહેતાં મોતીબેન ભટ્ટનાં મકાનમાં ભોગ બનનાર યુવતી ભાડે રહેતી હતી.આ યુવતીને જન્મથી જ આંખે ઓછું દેખાતું હોવાથી અને તેનાં મામાની આર્થિક પરિસ્થતિ ખરાબ હોવાથી મકાન માલિક મોતીબેન ભટ્ટ માતાજીનાં દાણા જોતા હોવાથી ત્યાં અવાર નવાર તે દાણા જોવડાવતાં હતાં પરંતુ તેમાં ફેર નહીં પડતાં મોતીબેન ભટ્ટે તેમનાં જાણીતાં વસ્તડી ગામનાં ભૂવા ભુપતભાઇ ચાવડાને ફોનથી સંપર્ક કરાવીને વાત કરાવી હતી.

જેથી ભુપતભાઇએ યુવતીનાં મામાને ફોન કરીને માતાજીનો હુકમ થયો છે તમે લીંબડી આવી જાવ હું ત્યાંથી તમને લઈ જઈશ.અને ભાવનગર થી બીજા બાપુ આવવાનાં છે તેવું કહીને બોલાવ્યા હતાં.જેથી યુવતી અને તેનાં મામા લીંબડી આવી ગયા હતાં.જેથી ભુવાએ કોઠા તલાવડી ગામનાં તેના ભાગીયા શંકરભાઇની વાડીમાં ભુવો તેના ઘરે લઇ ગયા હતાં.

ભુવા રાત્રે ધ્યાનમાં બેસીને ભોગ બનનાર યુવતીનાં મામાને કહ્યું કે તારાં ઉપર કોઈએ મેલી વિદ્યા કરી છે. પણ બધું સારું થઈ જશે. તેમ કહીને યુવતીને બોલાવીને એક સિક્કો અને એક નોટ આપી વિધિ કરવી પડશે.અને વિધિ કર્યા પછી તેને આંખો પાછી આવી જશે.તેવી લોભામણી વાતો કરીને વિધિ કરવાનાં બહાને યુવતીને રૂમમાં રાખીને બીજા બધાને બહાર કાઢીને દુષ્કર્મ ગુજાર્યું હતું અને પછી યુવતીને ધમકી આપી હતી કે આ બાબતે કોઈને કહીશ તો તારાં પરિવારનું ધનોત પનોત થઈ જશે.

જેથી યુવતી તે ધમકીથી ચુપ રહી હતી.અને કોઈને ઘટનાની વાત કરી નહોતી. પછી ઘરે આવીને સાફ સફાઈ કરતાં કબાટમાંથી ગર્ભ નિરોધકની ગોળીઓ મામાને મળી આવતાં તે બાબતે પૂછતાં બનેલી આખી ઘટનાની જાણ કરી હતી.આ ઘટના પાંચ મહિનાં પહેલા બની હતી.

અન્ય સમાચારો પણ છે...