ચૂંટણી:બાવળા તાલુકાની 47 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ધમધમાટ

બાવળા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
તંત્ર દ્વારા મતપેટીઓ બહાર કાઢીને ચકાસણી કરવામાં આવી છે. - Divya Bhaskar
તંત્ર દ્વારા મતપેટીઓ બહાર કાઢીને ચકાસણી કરવામાં આવી છે.
  • ચૂંટણી માટે તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે.ત્યારે બાવળા તાલુકાની 48 ગ્રામ પંચાયતમાંથી ભામસરા ગ્રામ પંચાયત શીવાયની 47 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં રાશમ, કવલા, ઢેઢIળ-વાસણા, છબાસર, દેવધોલેરા ગામનાં સરપંચ માટે અનુસુચીત જાતિ માટે, સાલજડા, ભાયલા, કેશરડી, કલ્યાણગઢ ગામનાં સરપંચ માટે અનુસુચીત જન -જાતિ માટે, દુર્ગી, ગાંગડ, ગુંદાનાપરા, હસનનગર, જુવાલ-રૂપાવટીનાં સરપંચ માટે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનામત રખાઈ છે, તેમજ 24 ગામનાં સરપંચ માટે મહીલા અનામત રખાઈ છે.

આમ 47 ગામનાં સરપંચ અને સભ્યો બનવા માટે ઉમેદવારો થનગની રહ્યા છે. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો જુદાં જુદાં દાખલા કઢlવવા માટે કચેરીઓમાં અને પોલીસ સ્ટેશનમાં આંટા મારી રહ્યા છે. અને ગામમાં મીટીંગોનો દોર શરૂ થઈ ગયા છે. તેમજ ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાવાની હોવાથી મતપેટીઓ બહાર કાઢીને ચકાસણી કરવામાં આવી છે. ચૂંટણી પંચે કર્મચારીઓની પણ મીટીંગ પણ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...