કાર્યવાહી:બાવળા પોલીસે કારમાંથી બીયરના ટીન સાથે 2 બુટલેગરને ઝડપી લીધા

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગાડીનો પીછો કરતાં કાર હાઇ-વેની સાઈડમાં ઉતરી ગઈ હતી

બાવળા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ તરફ એક કારમાં વિદેશી દારૂ ભરીને જઈ રહી છે.જે બાતમીનાં આધારે બાવળા પોલીસે આદરોડા ચોકડી ઉપર હાઇ-વે ઉપર આડશો મુકીને વોચમાં ગોઠવાઈ જઈને બાતમી મુજબની ગાડી આવતાં તેને ઉભી રખાવવા ઇશારો કરતાં ગાડી ઉભી નહીં રાખતાં આડશને ટકટર મારી ગાડી રોડની સાઇડમાં આવેલા ખાડામાં ઉતરી જતાં પોલીસે ગાડીમાંથી બિયરનાં 21 બોકસમાંથી 504 નંગ બિયર ટીન મળી આવતાં પોલીસે કુલ 3,85,600 રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરીને 2 બુટલેગરને ઝડપી લઈને માલ મોકલનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરીને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળાનાં પી.આઇ. આર.ડી.સગર, કોન્સ્ટેબલ હસમુખભાઇ, અશોકસિંહ પોલીસ સ્ટાફ સાથે બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતાં ત્યારે પોલીસને બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મારુતી સ્વીફ્ટ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ - રાજકોટ હાઇ-વે થી બાવળા થઇ રાજકોટ જઈ રહી છે. જે બાતમીનાં આધારે પોલીસ બાવળામાં આવેલી આદરોડા ચોકડી પાસે નાકાબંધી કરીને વોચમાં ગોઠવાઇ ગઇ હતી. તે દરમ્યાન બાતમી મુજબની મારુતી સ્વીફટ ગાડી આવતાં ગાડીનાં ચાલકને ગાડી રોડની સાઇડમાં ઉભી રાખવા ઇસારો કરતાં ગાડીનાં ચાલકે સ્વીફટ ગાડી ઉભી રાખી નહી અને રોડ ઉપર મુકેલા આડાસને ટકટર મારી ગાડી રોડની સાઇડમાં આવેલા ખાડામાં ઉતરી ગઈ હતી.

જેથી ગાડીનો આગળનો મેઇન કાચ અને ડ્રાયવર સાઇડનાં દરવાજાનો કાચ તુટી ગયો હતો.જેથી પોલીસે કોર્ડન કરીને ગાડીમાં તપાસ કરતાં ગાડીની પાછળથી સીટમાંથી ડેકીમાં બીયરનાં 21 બોકસમાંથી 504 નંગ બિયર ટીન મળી આવતાં પોલીસે 75,600 રૂપીયાનાં બીયરનાં ટીન, 10,000 રૂપીયાનાં 2 મોબાઇલ, 3,00,000 રૂપીયાની સ્વીફટ ગાડી મળી કુલ 3,85,600 રૂપીયાનો મુદ્દામાલ મળી આવતાં તેને જપ્ત કરીને 2 બુટલેગર ભરત પનાજી ચૌધરી(રહે.બનાસકાઠા) અને છગન વજારામ રબારી (રહેવાસી,નાગોલડી,તા.સાંચોર, જી.ઝાલોર રાજસ્થાન) ને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...