બાવળા પોલીસે બાતમી આધારે બાવળા તાલુકાનાં વાસણા- ઢેઢાળ ગામની સીમમાં આવેલા ખેતરનાં ઢાળીયામાંથી જુગાર રમતાં 8 જુગારીઓને 11,200 રૂપીયા સાથે પકડી લીધા છે.વાસણા ઢેઢાળ ગામમાં આવેલા ગોરાડુ સીમમાં ધીરૂભાઇ કમાભાઇ કોળી પટેલના ખેતરમાં આવેલા ઢાળીયામાં કેટલાક જુગારીઓ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે .
જે બાતમીનાં આધારે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળું વળીને જુગાર રમતાં હતાં. પકડાયેલા જુગારીઓમાં ધીરૂભાઇ કમાભાઇ ચૌહાણ, જયંતીભાઇ ગોરધનભાઇ ચૌહાણ, દીલીપભાઇ લક્ષ્મણભાઇ ચૈહાણ, પ્રભુભાઇ ભુદરભાઇ મકવાણા, રાયમલભાઇ લખુભાઇ ચૌહાણ, રઘુભાઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ, વાડીલાલ ભોગીલાલ ચૌહાણ, રમેશભાઇ મથુરભાઇ ચૌહાણ તમામ રહેવાસી, વાસણા ઢેઢાળનો સમાવેશ થાય છે.
મેમર ગામમાંથી જુગાર રમતાં 5 જુગારી પકડાયા
બગોદરા પોલીસે બાતમી આધારે બાવળા તાલુકાનાં મેમર ગામમાં આવેલા પરા વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમતાં 5 જુગારીઓને 11,150 રૂપીયા સાથે પકડી પાડીને જેલનાં સળીયા પાછળ ધકેલી દઇને જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળા શહેર અને તાલુકામાં ખુલ્લેઆમ જુગારધામો ધમધમી રહ્યા છે.ત્યારે બગોદરા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે મેમર ગામમાં આવેલા પરા વિસ્તારમાં ખુલ્લામાં થાંભલાનાં લાઇટનાં અજવાળે કેટલાક જુગારીઓ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.
જે બાતમીનાં આધારે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળું વળીને જુગાર રમતાં હતાં. પોલીસને જોઇને જુગારીઓ નાસવા જતાં પોલીસે કોર્ડન કરીને 5 જુગારીઓને પકડી પાડીને તેમની પાસેથી કુલ 11,150 રૂપીયા મળી આવતાં તે રૂપીયા જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા જુગારીઓમાં જયેશભાઈ વિનુંભાઈ કોળી પટેલ, વિજયભાઇ માધાભાઇ કોળી પટેલ, રાકેશભાઈ પ્રતાપભાઇ કોળી પટેલ, વિરમભાઇ ગોવિંદભાઇ કોળી પટેલ, દિલીપભાઇ ચંદુભાઈ રાઠોડ, તમામ રહેવાસી મેમર, તા. બાવળાનો સમાવેશ થાય છે. તમામ રહેવાસી, વાસણા ઢેઢાળ, તા. બાવળાનો સમાવેશ થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.