તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલાસો:બાવળાની 13 સ્કૂલ, 6 કોવિડ, 14 નોન કોવિડ હોસ્પિટલ પાસે ફાયર N0C નથી

બાવળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાયર એનઓસી વિનાની બિલ્ડિંગની તસવીર. - Divya Bhaskar
ફાયર એનઓસી વિનાની બિલ્ડિંગની તસવીર.
  • 2 કોવિડ હોસ્પિટલ પાસે ફાયર NOC છે
  • ફક્ત 1 સ્કૂલ પાસે જ બી.યુ.પરમીશન છે બાકીની તમામ પરમીશન વગર જ ચાલી રહી છે
  • હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીના જવાબમાં બાવળા પાલિકાએ માહિતી આપી હતી

ગુજરાતમાં આવેલી હોસ્પિટલોમાં વારંવાર આગ લાગવાનાં બનાવો બની રહ્યા છે.તેમજ સ્કુલો અને ટ્યુશન કલાસીસમાં પણ ઘણીવાર આગ લાગવાનાં બનાવો બન્યા છે. આ વર્ષે કોરોનામાં હોસ્પિટલોમાં આગ લાગવાથી ઘણા દર્દીઓનાં મોત થવા પામ્યા છે. ત્યારે આ બાબતે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં પાલિકા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે બાવળામાં આવેલી 13 સ્કુલોમાં, 6 કોવિડ હોસ્પિટલો અને 14 નોન કોવિડ હોસ્પિટલો પાસે ફાયરની N0C નથી. જેમાંથી 9 હોસ્પીટલો એ ફાયરની NOC લેવા માટે અરજી કરેલી છે. તે અરજીઓ ગાંધીનગર મોકલી દીધી છે.

તેમની અરજીઓ પેન્ડિંગ પડેલી છે. ફક્ત 2 જ હોસ્પિટલ રાધે અને ત્રીમૂર્તિ હોસ્પિટલ પાસે ફાયર NOC છે.તેમજ તમામ હોસ્પિટલો અને એક ઇગ્લીશ મીડીયમ સ્કુલ શિવાયની તમામ સ્કુલો પાસે બી.યુ.પરમીશન લેવામાં આવી નથી.એટલે બાવળાની 2 હોસ્પિટલ સિવાયની તમામ હોસ્પિટલો ફાયરની NOC વગર ચાલે છે.

તેમજ ફક્ત એક સ્કુલ સિવાયની તમામ સ્કુલો અને હોસ્પિટલો બી.યુ.પરમીશન વગર ચાલી રહી છે. સરકારે હાઇકોર્ટમાં કરેલા સોગંદનામામાં રજૂઆત કરી હતી કે, કોવિડ હોસ્પિટલમાં મરામતની જરૂર હોય તેવી હોસ્પિટલોએ તાકીદે મરામત કરાવવી પડશે. જો તેમ નહીં હોય તો ફાયર એનઓસી મળશે નહીં ઉપરાંત બહાર નીકળવાના રસ્તાઓ વધુ નહીં હોય તેઓને પણ એનઓસી મળશે નહીં.

બાવળામાં ફાયર એનઓસી વિના ચાલતી હોસ્પિટલની યાદી
મલ્ટિસ્પેશિયાલીટી હોસ્પિટલ, પારેબ્સ હોસ્પિટલ, અનાયા સર્જીકલ હોસ્પિટલ, શ્રેય જનરલ હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, કેર બાળકોની હોસ્પિટલ જ્યારે નોન કોવિડ હોસ્પિટલોમાં દેવાંશ હોસ્પિટલ, શિવમ હોસ્પિટલ, બ્રિન્દા હોસ્પિટલ, સાંઈ હોસ્પિટલ, લોંગ લાઇફ હોસ્પિટલ, પારસ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ,આશીર્વાદ હોસ્પિટલ, ઓમ વુમન્સ હોસ્પિટલ, મહર્ષિ હોસ્પિટલ, શિવસાગર હોસ્પિટલ, ઓમ હોસ્પીટલ, શ્રીજી હોસ્પિટલ અને સી.એચ.સીનો સમાવેશ થાય છે.

આ તમામ શાળા ફાયર એનઓસી વિના ચાલે છે
એ.કે.વિદ્યામંદિર, શ્રી મેનાબેન ચીમનલાલ અમીન સ્કૂલ, એમ.એસ.એન ગોપાલક સ્કૂલ, વિજેતા વિદ્યાવિહાર, સવિનય સંમિલિત અંધજન વિદ્યામંડળ, સ્વામી વિવેકાનંદ સ્કૂલ, કે,દે , કુમાર મંદિર, કુમાર શાળા, કન્યાશાળા, વ્રજ ગ્લોબલ સ્કૂલ, ડો.એસ.સી.પ્રી.પ્રાયમરી મહાદેવીયા સ્કુલ, મધુવન પ્રાથમિક શાળા, એસ.એમ.પટેલ સ્કૂલનો સમાવેશ થાય છે.

ફાયર NOC માટે આટલું જરૂરી
સરકારે સોગંદનામામાં રજૂઆત કરી છે કે, કોવિડ હોસ્પિટલો મરામતની જરૂર હોય તેમાં તાત્કાલિક રિપેરિંગ કરાવવું પડશે. જો તેમ નહીં હોય તો તેમને ફાયર એનઓસી નહીં મળે તેમ જ જે હોસ્પિટલમાં બહાર નીકળવાના એક કરતાં વધુ વિકલ્પ નહીં હોય તેમને ફાયર એનઓસી આપી શકાશે નહી.

અન્ય સમાચારો પણ છે...