108ની ટીમે સફળ ડીલીવરી કરાવી:બાવળાની 108ની ટીમે મહિલાની ડિલિવરી કરાવી

બાવળા7 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાવળા તાલુકાનાં રજોડા લીલીયાપુરા રોડ ઉપર આવેલા રામજીભાઈ રબારીના તબેલામાં કામ કરતા જનકબેન દેવેન્દ્રભાઈ પરમારને ડિલિવરીનો દુ:ખાવો ઉપડતા તેમનાં ઘરનાં સભ્યએ 108 ની ઈમરજન્સી સેવાને ફોન કરતાં બાવળા 108 નાં ઇ.એમ.ટી. રવિ લાલકિયા અને પાયલોટ હરપાલસિંહ ઝાલા તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને દર્દીને લઇ બાવળા સરકારી દવાખાને જતા હતાં.

ત્યારે ૨સ્તામાં જ દુઃખાવો વધારે ઉપડતાં દવાખાને પહોંચે તે પહેલા ઈ.એમ.ટી. રવિ લાલકીયાએ એમ્બુલન્સની અંદર જ સફળ ડીલીવરી કરાવી હતી.અને માતા- બાળકની તબીયત સારી હતી. વધુ સારવાર માટે તેમને બાવળા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતાં.એમ્બુલન્સની અંદર જ સફળ ડીલીવરી કરાવતાં દર્દીનાં સગાએ 108 ની ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...