વાનમાં જ ડિલિવરી:બાવળાની 108ની ટીમે વાનમાં પ્રસૂતાની ડિલિવરી કરી 2 બાળકોનો જન્મ કરાવ્યો

બાવળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી હોસ્પિટલે સીઝેરિયન કરવાનું કહેતાં દર્દી પાસે એટલાં નાણાં હતાં નહીં
  • ખાનગી ડોક્ટરે નાણાંના અભાવે સરકારી હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી પરંતુ રસ્તામાં વાનમાં જ ડિલિવરી થઇ, માતા-બાળકો સ્વસ્થ

ઈમરજન્સી સેવા માટે જી.વી.કે. ઇ.એમ.આર.આઈ. દ્વારા શરૂ કરવામાં આવેલી 108 એમ્બ્યુલન્સ સેવા છેવાડાનાં લોકો સુધી પહોંચીને તેમના જીવન બચાવવાની કામગીરી કરી રહી છે. અવારનવાર સગર્ભાનોને પ્રસૂતિ સમયે હોસ્પિટલ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે ત્યારે 108 વાન સીધી દર્દી સુધી પહોંચી જઈને સારવાર કરીને વાનમાં જ ડીલીવરી કરાવીને માતા-અને બાળકનાં જીવ બચાવ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

સાણંદ તાલુકાનાં માણકોલ ચોકડી ઉપર આવેલી ખાનગી હોસ્પિટલમાં સોનલબેન નાગરભાઈ રાઠોડ (25 વર્ષ ) સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતાં લાવવામાં આવી હતી.ત્યાં હાજર ડોકટરે તપાસ કરીને કહ્યું કે 2 બાળકો છે અને તેમને સીઝેરીન (ઓપરેશન) કરવું પડશે. જેથી દર્દી પાસે રૂપીયાની સગવડ નહીં હોવાથી તેમણે કહ્યું કે અમારી પાસે રૂપીયાની સગવડ નથી.

ડોકટરે કહ્યું કે તો સરકારી દવાખાનામાં લઇ જાવ.અને દર્દીનાં સગાએ 108 ની ઇમરજન્સી સેવાને ફોન કરતાં બાવળા 108 નાં પાઇલોટ હરપાલસિહ ઝાલા અને ઇ.એમ.ટી.રવી લાલકીયા તરત જ માણકોલ ચોકડી પહોંચી જઈને પ્રસૂતાને વાનમાં લઈને સાણંદ લઈ જતાં હતાં ત્યારે તેને પીડા વધુ ઉપડતાં 108 ની ટીમે રસ્તામાં જ નોર્મલ સફળ ડીલીવરી કરાવી હતી.અને 2 બાળકોનો જન્મ કરાવ્યો હતો.માતા અને બંને બાળકોની તબીયત સારી છે.

અન્ય સમાચારો પણ છે...