આત્મહત્યાનો પ્રયાસ:બાવળાના યુવાને જમીન દલાલોની રોજની મારઝૂડ તથા પરિવારને ધમકીથી કંટાળી ઝેરી દવા ગટગટાવી

બાવળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આત્મહત્યા કરનારા વ્યક્તિની તસવીર - Divya Bhaskar
આત્મહત્યા કરનારા વ્યક્તિની તસવીર
  • યુવાને મોબાઇલમાં વીડિયો બનાવી ચિઠ્ઠી લખી દવા પી લેતાં સોલા સિવિલમાં દાખલ કરાયો, 6 સામે પોલીસમાં ફરિયાદ

બાવળાનાં યુવાનને જમીન દલાલોએ સાથે રાખી જમીન દલાલીનો ધંધો કરતા હોવાથી અને જમીન અપાવવા બાબતે કરાર થયો હોવાથી યુવાને અઢાણા ગામની જમીન ખેડૂતો પાસેથી વેચાણ અપાવીને દસ્તાવેજ કરાવી આપ્યો હતો. જેના રૂપિયાનો ચેક બાઉન્સ થતા ખેડુતોએ આ બાબતે જાણ કરતા જમીન દલાલોએ બીજા ચેકો આપી તેમજ બીજા ખેડુતોની જમીન વેચાણ કરાવવા કહેતા યુવાને ના પાડતા ઓફિસમાં બોલાવીને જેમ ફાવે તેમ બિભત્સ ગાળો બોલી મારઝુડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને તેમજ ફોનમાં જેમ ફાવે તેમ બોલી ફરિયાદીને તથા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તથા અવાર નવાર ફોનથી બોલાવી મારઝુડ કરી ત્રાસ આપતાં યુવાને મોબાઇલમાં વિડિયો બનાવી, ચીઠ્ઠી લખીને તેમનાં ત્રાસથી ઝેરી દવા ગટગટાવતાં સોલા સીવીલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બાવળા પોલીસે 6 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળામાં સુથારવાસમાં રહેતાં ભાવીન રતિલાલ બેલદાર ખેતીકામ કરી કુંટુંબનું ગુજરાન ચલાવે છે. તેણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે પાંચ મહિના પહેલા હું બોપલ ખાતે કામે ગયો હતો. તે વખતે મને મારો એક મિત્ર રોહિત ઉર્ફે લાલો વાધેલા(રહે.ચેખલા) મળ્યો હતો અને મને જમીન દલાલી બાબતે વાત કરી હતી. જેથી મે પણ તેની સાથે કામ કરવાની હા પાડી હતી.

​​​​​​​થોડો સમય પછી રોહિત ઉર્ફે લાલાએ મને તેના બીજા મિત્રો ઇન્દ્રવિજયસિંહ રાજન્દ્રસિંહ ચૌહાણ (સેટેલાઇટ), ૨ણજીતભાઇ મોહનભાઇ લામકા (બાવળા), સંજયભાઇ મનસુખભાઇ દરજી (મૌરૈયા, તા.સાણંદ), જમીલ હાસમીન (જુહાપુરા અમદાવાદ), અમીતભાઇ રાજેન્દ્રભાઈ વ્યાસ ( જજીસ બંગ્લોઝ, અમદાવાદ) સાથે અલગ અલગ સમયે મુલાકાત કરાવી તમામ સાથે જમીનની દલાલીનો ધંધો કરતા હતાં. ઇન્દ્રવિજયસિંહ તથા રોહિતે અમારા ગામનાં રણજીતભાઇ લામકાની ઓફિસે બોલાવી અઢાણા ગામની સીમના સર્વે નંબરો રાખવા છે તો તું મને ખેડુતોનો સંપર્ક કરી દસ્તાવેજ કરાવી આપ.જેથી મેં જણાવ્યું કે 10 થી 15 વિદ્યા જમીનના ખેડુતો મારી ઓળખાણમાં છે અને બીજા આજુબાજુના સર્વે નંબરોના માલિકોનો સંપર્ક કરી તમને કરી આપીશ.

જેથી ઇન્દ્રવિજયસિંહ જે રણજીતભાઇ લામકાનો ભાગીદાર હોવાથી તેની સાથે આ ગામના ખેડુતોનો સંપર્ક કરી વેપાર ધંધો કરવા માટે મેં તેમની સાથે જાણ કરેલી અને અઢાણા ગામનાં એક સર્વે નંબરનો દસ્તાવેજ કરાવી આપ્યો હતો અને દસ્તાવેજ પછીની બાકી નીકળતી રકમના ખેડૂતોને PDC ચેકો આપ્યા હતાં. જે મુદત આપતા ખેડૂતોએ એક ચેક ભરતાં ચેક બાઉન્સ થતાં ખેડુતનો મારામાં ફોન આવ્યો કે તમે આપેલો ચેક બાઉન્સ થયો છે. જેથી ઇન્દ્રવિજયસિંહ તથા રણજીતભાઇને વાત કરતાં તેઓએ બીજા ત્રણ ચેક ખેડૂતોને આપી આવવા અને બાકીના બે ચેક પાછા લઇ આવવા મને ઓફિસે બોલાવીને ત્રણ ચેક આપતાં મેં ખેડૂતોને આપ્યા હતાં. ​​​​​​​ત્યારબાદ જે ચેકો આપ્યા હતાં તેની તારીખ નજીક આવતા મને ચેક ખેડુતો ભરે નહીં તેવો આ બન્નેનો ફોન આવ્યો હતો અને મને ઓફિસે બોલાવી જણાવ્યું કે આ ખેડુતોના સીમ સર્વે નંબર દસ્તાવેજ કરી આપ જેથી મેં જણાવ્યું કે અગાઉના દસ્તાવેજનું પેમેન્ટ પુરું કરી આપો પછી બીજા દસ્તાવેજ કરી આપું.

આ બન્ને જણા મારી ઉપર ગુસ્સે થઇને કહ્યું કે તે અમારી સાથે MOU કર્યું છે એટલે ગમે તે થાય. અમે ગમે તે કરીએ ખોટું કરીએ તે તારે જોવાનું નથી. જો તું નહી કરી આપે તો MOU આધારે તને ખોટા કેસમાં ફસાવી દઇશું.તેમ કહી ગાળાગાળી કરી મારઝુડ કરી હતી.અને સતત બે મહિના સુધી વારંવાર બે થી ત્રણ વાર મારઝુડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલી અને અમારા પરીવારમાં બયરી - છોકરાને ઉપાડી જઇ મારી નાખવાની ધમકીઓ આપતાં તેમજ બળાત્કાર કરવાની ધમકીઓ આપી હતી. રણજીતભાઇ લામકા અમારા ગામનો જ વતની છે અને અમને ઘણા લોકોને મા૨ માર્યો છે.

અન્ય સમાચારો પણ છે...