તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બાવળા તાલુકા આરોગ્ય વિભાગને 20 કોન્સન્ટ્રેટર મશીનની ભેટ મળી

બાવળા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીએ ભેટ આપી

બાવળા તાલુકાનાં કાવીઠા આરોગ્ય વિભાગને સાંસદ અને કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ તરફથી બાવળા તાલુકાની જાહેર જનતાના લાભ માટે 20 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની ભેટ મળી છે. કાવિઠા, નાનોદરા, શિયાળ અને ગાંગડ એમ ચારેય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 5-5 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અપાશે.

જે તાલુકાની જનતા માટે આગામી સમયમાં કોવીડ-19 મહામારીને પહોંચી વળવા માટે ખૂબ જ ઉપયોગી થઇ શકશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં સાણંદ -બાવળાનાં ધારાસભ્ય કનુભાઇ પટેલ, બાવળા એ.પી.એમ.સી. હરીભાઇ ડાભી, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ડાભી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિહ ચોહાણ,બાવળા તાલુકા ભાજપ પ્રમુખ ચેતનસિંહ ગોહિલ , શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઇ પટેલ, જિલ્લા સદસ્ય ઈશ્વરભાઈ મકવાણા, બાવળા માતલતદાર પી.આર.દેસાઇ , બાવળા અર્બન હેલ્થ ઓફિસર ડો.રાકેશ મહેતા, ભાજપનાં આગેવાનો, હોદ્દેદારો, આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...