તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર ઉપર રોષ:બાવળા તાલુકા પંચાયત કચેરીમાં ઠેર ઠેર કચરાના ઢગલાથી ગંદકી

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના વિવિધ કામ માટે આવતા અરજદારો આવો કચરો જોઈને તંત્ર ઉપર રોષ વ્યક્ત કરી રહ્યા છે

બાવળામાં આવેલી તાલુકા પંચાયત કચેરીમાં ઠેર ઠેર કચરાનાં ઢગલા જોવા મળી રહ્યા છે. છતાં પંચાયત કચેરીમાં આવતા સત્તાધીશોઆડા કાન કરી રહ્યા હોવાનું જણાઇ આવે છે. તેમને કચરો નજરે ચડતો નથી. સરકાર સ્વચ્છતા માટે અલગથી લાખો રૂપીયાની ગ્રાંન્ટ ફાળવે છે. અને આખા તાલુકામાં સ્વચ્છતાં રખાવવા માટે તાલુકા પંચાયત કચેરીએ ધ્યાન રાખવાનું હોય છે.પણ પોતાના ઘરે જ અસ્વચ્છ હોય તે બીજા ઘરને કેવી રીતે સ્વચ્છ કરાવી શકે. અને તાલુકા પંચાયતમાં સ્વચ્છતા બાબતે જાણી જોઈને આ વિષય પર ધ્યાન અપાતું નહી હોય તેવા તાલુકાની જનતાને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.

વડાપ્રધાન મોદીનાં સ્વચ્છ ભારત અભિયાનનાં લીરેલીરા ઉડી રહ્યા છે. અધિકારીઓ એ.સી ચેમ્બરમાં બેસીને પોતાના કામ પતાવીને નીકળી જાય અને કચેરીમાં કચરાનાં ઢગલા તેમના ધ્યાને ન આવે તે ખુબ જ શરમજનક વાત કહેવાય.

પ્રજા કચેરીમાં કામે આવતા હોય ત્યારે જો કચેરીમાં કચરો સાફ થતો ન હોય તો બાવળા તાલુકાના ગામમાં કેવી સફાઇ થતી હશે. જો નજર સામેનો કચરો ન દેખાતો હોય તો તેમના તાબાના ગામડામાં કેવી સફાઇ થતી હશે. તાલુકાના વિવિધ કામ માટે આવતા અરજદારો આવા કચરા જોઈને તંત્ર ઉપર રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને આવો કચરો નિયમીત સાફ થાય તેવી આશા રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...