આયોજન:બાવળા સ્વામિનારાયણ સંસ્કાર ધામનો 21મો પાટોત્સવ ઉજવાશે

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રસંગે શ્રીમદ્ ભાગવત્ દશમ સ્કંધ ત્રિદિનાત્મક પારાયણ કથા યોજાશે

બાવળામાં રેલવે સ્ટેશન સામે આવેલા સ્વામિનારાયણ સંસ્કાર ધામનો સ્વામિનારાયણની કૃપાથી આચાર્ય મહારાજ કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા સમગ્ર ધર્મકુળના રાજીપાથી તથા બિલિયાના અ.નિ. સ.ગુ. મહંત સ્વામી ઘનશ્યામજીવનદાસજીની દિવ્ય પ્રેરણાથી 21 મો વાર્ષિક પાટોત્સવ 22 તારીખ ને શુક્રવારે ધામધૂમથી ઉજવાશે.

બુધવારથી 22 તારીખને શુક્રવાર સુધી શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ ત્રિદિનાત્મક પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના વક્તા પદે મહંત શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી બિરાજી કથામૃતનું રસપાન કરાવશે. કથામાં કૃષ્ણ જન્મોત્સવ, શરદોત્સવ - રાસોત્સવ, ઠાકોરજીને પુષ્પાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. કથાની પોથીયાત્રા આજે બુધવારે બપોરે 2 વાગે શાંતિકલશ સોસાયટીમાં રહેતાં રોહિતભાઈ હરગોવનદાસ ઠક્કરનાં ઘરેથી ભક્તિમય વાતાવરણમાંથી નીકળી નિજમંદિરે સભામંડપમાં પધારશે.કથા સાંજે 3-30 થી 6-30 અને રાત્રે 8-30 થી 11 વાગ્યા સુધી ત્રણ દિવસ ચાલશે.તો આ દિવ્ય પ્રસંગે કથામૃત, પાટોત્સવ, અભિષેક દર્શન, ધર્મકુળ દર્શનનો લાભ લેવા સૌ ભકતોને મહંત શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી સ્વામી, વ્રજ વિહારીદાસજીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...