તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:બાવળા એસ.ટી. ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટરને કેશિયરે માર માર્યો

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિલિવર આવે એટલે ચાર્જ સોંપી તમારે સ્થળ છોડવું કહી
  • કેશિયરે કેબિનમાં આવી કેસરૂમની ચાવી ફેંકી ગમે તેમ બોલવા લાગ્યો હતો
  • બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાઇ

બાવળા એસ.ટી.ડેપોમાં ફરજ બજાવતાં ટ્રાફિક ઇન્સપેક્ટરને ડેપોનાં કેશીયર અને બુકીંગનું કામ કરતા ક્લાર્કે બિભત્સ ગાળો બોલી ઝપાઝપી કરીને મોઢાં ઉપર મુક્કો મારી નાકમાથી લોહીની ફુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેમણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળામાં આવેલી શિવગંગા સોસાયટીમાં રહેતાં દિલીપભાઇ ડાહ્યાભાઈ વાળંદ બાવળા એસ.ટી. ડેપોમાં ટ્રાફિક ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે સવારનાં સાડા દશ વાગ્યે નોકરી ઉપર ગયો હતો અને નિયમીત કામગીરી કરતો હતો

તે વખતે અગીયાર વાગ્યે તે તથા ટ્રાફિક કન્ટ્રોલર ( કન્ડક્ટ૨ ) ભરતભાઇ ભાલકીયા બન્ને જણા સંચાલન અંગેની ચર્ચાઓ કરતા હતા તે વખતે એસ.ટી. ડેપોમાં કેશીયર અને બુકીંગનું કામ કરતા ક્લાર્ક જહીર અબ્બાસ એ. કુરેશી કેબીનમાં આવ્યા હતાં અને તેઓની પાસેની કેશરૂમની ચાવી અમારી તરફ છુંટી ફેકતા તેઓને જણાવ્યું હતું કે તમારા રીલીવર આવે એટલે તેઓને તમારો ચાર્જ સોંપી તમારે ફરજનું સ્થળ છોડવું.

તેવું કહેતાં તે એકદમ ઉશ્કેરાઇ જઇન બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતાં જેથી તેઓને ગાળો બોલવાની ના પાડતા અમારી સાથે ઝપાઝપી કરીને મને મોઢા ઉપર મુક્કો મારતા નાક ઉપર મુક્કો વાગતા નીચે પડી ગયો હતો.જેથી નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...