તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:બાવળા મામલતદાર કચેરીમાં ધરણા પર બેસવા માટે મંજૂરીની માગણી

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહામારીના કારણે લોકોને પડતી મુશ્કેલીઓ અંગેે કાર્યકરની માગણી
  • જિલ્લામાં કોરોનાની ગતિ રોકેટ ગતિએ વધી રહી છે ત્યારે નાગરિકોને આરોગ્યની સુવિધા મળતી નથી
  • જેના વિરોધ કરવા 3થી 4 વ્યક્તિને વિરોધની મંજૂર આપવા માગ

અમદાવાદ જિલ્લામાં પણ કોરોનનું સંક્રમણ ખુબ જ પ્રસરી ગયુ છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, રેમડેસીવીર ઇજેકશનનોની અપૂરતી સુવિધાના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે . વળી બાવળા - ધોળકા તાલુકામાં CHCમાં પાંચ બેડ કોવીડના છે. પરતું ગંભીર હાલતમાં હોય તેવા દર્દીઓને રેમડીસીવીર ઇજેકસનની જરૂર પડે તો પણ સરકારી હોસ્પિટલમાથી આપતા નથી. ફકત ને ફક્ત DCH (Designated Covid Hospital ) હોય તેવી હોસ્પિટલને જ આપવામાં આવે છે .

આખા જીલ્લામાં સીગરવા અને ધંધુકામાની જ સરકારી હોસ્પીટલમાં રેમડીસીવર ઈજેક્શન આપવામાં આવે છે . તો સરકારીમાં દાખલ પેસેન્ટને અન્ય હોસ્પીટલમાં જવું પડે છે ને બેડ મળતા નથી. ઉપરાત ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પીટલનો ખર્ચ પોસાય તેમ નથી . ગરીબ પ્રજા સરકારની ખોટી નિતિઓને કારણે પોતાનો જીવ ગુમાવી રહી છે , ગુજરાત સરકાર પ્રજા પાસે જાત જાતના વેરા વસુલ કરે છે . દંડના નામે પ્રજા ના ખીચા ખાલી કરી નાખ્યા પણ જ્યારે પ્રજા ના સ્વાસ્થ તથા તેમના અમુલ્ય જીવનની વાત આવી તો સરકાર દ્રારા માત્ર ને માત્ર ઠાલા વાયદા જ આપ્યા .

ત્યારે પણ પોતાને સંવેદનશીલ ગણાવતી સરકારની સંવેદના જાગતી નથી . આટલુ ઓછુ હતુ તેમાં હવે હોસ્પીટલમાં ફાયર સેફટીના અભાવના કારણે લોકો મરી રહ્યા છે. જેના વિરોધમાં ગુજરાત સરકાર સમક્ષ પોતાનો વિરોધ રજુ કરવા માટે બાવળા મામલતદાર કચેરી ખાતે 11 થી 15 તારીખ સુધી 3/4 વ્યક્તિને ધરણાં ઉપર બેસવા માટેની મંજૂરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદનાં જીલ્લા મંત્રી હિતેશ જાદવ દ્વારા માંગવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...