હાલાકી:બાવળા સા. આ. કેન્દ્રમાં 5 દિવસથી રાત્રે કોઈ ડોકટર હાજર નહીં રહેતાં હાલાકી

બાવળા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓ સારવાર કરાવવા માટે આવે તો ડોક્ટર હાજર ન હોવાથી ના છૂટકે તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે

બાવળા શહેરમાં ચાર રસ્તા પાસે સામુહીક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. આ સી.એચ.સી.સેન્ટરમાં છેલ્લા પાંચ-છ દિવસથી રાત્રે કોઇ ડોક્ટર હાજર હોતાં નથી. રાત્રે ડોક્ટર અવાર-નવાર ગુલ્લી મારી રહ્યા છે. સી.એચ.સી. સેન્ટર 24 કલાક ચાલું રાખવાનું હોય છે.અને ડોક્ટર તેમજ સ્ટાફને પણ હાજર રહેવાનું હોય છે.ત્યારે ખાસ કરીને રજાઓનાં દિવસોમાં ડોક્ટર ગુલ્લી મારતાં હોય છે.જેનાં કારણે દર્દીઓ સારવાર કરાવવા માટે આવે તો ડોક્ટર હાજર નહીં હોવાથી ના છૂટકે તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે.

રૂપીયા વાળા પ્રાઇવેટ દવાખાને જઈ શકે.પણ ગરીબ અને ગામડાનાં મજુરી કરતાં લોકો પ્રાઇવેટ દવાખાને જઈ શકતાં નથી.પણ નાં છૂટકે તેમને જવું પડે છે. અનેક વાર ડોક્ટર હાજર નહીં રહેતાં હોવાની ફરીયાદ થવા ઉઠવા પામી છે. રવિવારે રાત્રે ઝાડા ઉલ્ટી અને પેટમાં દુઃખાવો થયો હોવાથી દર્દી સારવાર કરાવવા માટે સી.એચ.સી.માં મોડા સુધી ડોક્ટરની રાહ જોઈને બાકડે બેસી રહે છે.પણ ડોક્ટર નહીં આવતાં નાં છૂટકે તેમને ખાનગી દવાખાને જવું પડે છે.

તેમજ બાવળામાં રહેતાં અને આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તા નિલેશભાઇ ભાગદેવ કોઈને માથાનાં ભાગે ઇજા થવાથી સારવાર માટે બાવળા સી.એચ.સી.માં લાવ્યા હતાં.પરંતુ ત્યાં ગયા તો કોઇ ડોક્ટર હાજર નહોતો.ફક્ત બ્રધર હાજર હતાં. જેથી માથામાં ઇજા થઇ હોવાથી તરત જ તેમને પ્રાઇવેટ હોસ્પીટલમાં લઇ જવા પડયા હતાં.બે કલાક પછી નિલેશભાઈએ ડોક્ટરને ફોન કર્યો તો તેમણે ખોટું બોલતાં જણાવ્યું હતું કે હું 10 મીનીટ પહેલાં જ જમવા માટે આવ્યો છું. પરંતુ નિલેશભાઈ બે કલાકથી ત્યાં હાજર હતાં.જેથી શહેર આમ આદમી પાર્ટીનાં કાર્યકર નિલેશભાઇએ દાખલ દર્દીઓનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...