તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બાવળા પોલીસે કારમાંથી 52 બોટલ દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો

બાવળા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પકડાયેલ આરોપી સુરેશભાઇ છનાભાઇ ઠાકોર - Divya Bhaskar
પકડાયેલ આરોપી સુરેશભાઇ છનાભાઇ ઠાકોર
 • મહેસાણાના કટોસણના યુવકને ઝડપી લેવાયો, 26 હજારનો દારૂ જપ્ત

બાવળા શહેર અને તાલુકામાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ વધી જવા પામ્યું છે. તેમજ વિદેશી દારૂની હેરાફેરી પણ વધી જવા પામી છે. નવા-નવા બુટલેગરોએ ધંધો વધારી દીધો છે. અને પોલીસ પણ બુટલેગરોને પકડવા માટે પણ દોડાદોડી કરી રહી છે. ત્યારે બાવળા પોલીસનાં કોન્સ્ટેબલ મેરૂભાને બાતમી મળી હતી કે સાણંદથી એક સફેદ કલરની મારૂતી સ્વીફટ ગાડી નંબર GJ - 01 - HP - 7912માં વિદેશી દારૂ ભરીને બાવળા આવે છે.જે બાતમીનાં આધારે કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિહ, અશોકસિંહ, કીરીટસિહ, જયવીરસિહ, રાજેન્દ્રસિંહ, અજીતદાન ખાનગી વાહનમાં સાણંદ તરફ જતા રેલવે ફાટક પાસે વોચમાં ઉભા રહી ગયા હતાં.

થોડીવાર પછી બાતમી મુજબની ગાડી આવતા ગાડીને આડોસ કરાવી કોર્ડન કરી રોડની સાઇડમાં ઉભી રખાવીને ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી મીણીયાની ચાર થેલીમાંથી જુદી જુદી કંપનીની 52 બોટલો મળી આવી હતી. જેની કિમંત 26,000 રૂપીયા થાય છે.જેથી પોલીસે 2,50,000 રૂપીયાની ગાડી તેમ જ 26,000 રૂપીયા મળી કુલ 2,76,000 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને સુરેશભાઇ છનાભાઇ ઠાકોર (રહેવાસી, કટોસણ, તા - જોટાણા, જી - મહેસાણા )ને પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દઈને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી માલ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો