ધરપકડ:બાવળા પોલીસે ગાડીના ખાનામાંથી વિદેશી દારૂની 53 બોટલ પકડી પાડી

બાવળા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 બુટલેગરને પકડી લઇ 4,36,500 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો

બાવળા પોલીસે બાતમીનાં આધારે ધોળકા રોડ ઉપર આવેલા હવાડા પાસેથી ગાડીમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી 53 બોટલ વિદેશી દારૂની ઝડપી લઇને 2 બુટલેગરને પકડી લઈને જેલના સળીયા પાછળ ધકેલી દઇને 4,36,500 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા શહેર અને તાલુકામાં વિદેશી દારૂનું વેચાણ અને હેરાફેરી વધી જવા પામી છે.પોલીસ ગમે તેટલી કડક બને પણ બુટલેગરો બેફામ વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરી રહ્યા છે.ધોળકાનાં નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવાનાં માર્ગદર્શન હેઠળ બાવળાનાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.સગરે તે માટેની પોલીસ સ્ટાફને સૂચના આપી હતી.પી.આઇ. આર.ડી.સગર, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિહ, હસમુખભાઇ,મેરૂભા અશોકસિહ, જયવંતભાઇ બાવળા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતાં ત્યારે બાતમી મળી હતી કે એક ફોર્સ કંપનીની તુફાન ગાડીમાં વિદેશી દારૂ ભરેલો છે. અને તે ધોળકાથી બાવળા- બગોદરા તરફ જનાર છે. જે બાતમીનાં આધારે બાવળામાં આવેલા ધોળકા રોડ ઉપર આવેલા પાણીનાં અવાડા નજીક રોડ ઉપર વોચમાં ગોઠવાઇ ગયા હતાં.

થોડા સમય પછી બાતમી મુજબની ગાડી આવતી જણાતાં ખાનગી ગાડીથી આડાસ ઉભી કરી કોર્ડન કરીને ગાડીને રોડની સાઇડમાં ઉભી રખાવી ગાડીની અંદર તપાસ કરતા શીટ નીચે ગુપ્ત ખાનું બનાવેલું હતું. જે ખાનામાં તપાસ કરતા તેમાથી 26,500 રૂપીયાની 53 બોટલો મળી આવી હતી.જેથી પોલીસે 26,500 રૂપીયાનો વિદેશી દારૂ, 10,000 રૂપીયાનાં 2 મોબાઇલ, 4,00,000 રૂપીયાની ગાડી મળી કુલ 4,36,500 રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રવિણભાઇ બાબુભાઇ બારીયા અને વિપુલભાઇ જંગલભાઇ ભુરીયા, બંને રહેવાસી, દાહોદને પકડી લઇ ગુનો નોંધીને માલ ક્યાંથી લાવ્યા હતાં અને કોને-ક્યાં આપવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...