તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાવળા પોલીસે કાવીઠા ગામમાંથી ગેરકાયદે કફ સીરપની બોટલનું વેચાણ કરતા 4ને ઝડપી લઇ 56 બોટલ જપ્ત કરી

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળા તાલુકામાં બેફામ બનતું ગેરકાયદે કફ સીરપનું વેચાણ, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા લોકોની માગ
  • બેચ નંબરના આધારે તે કઈ કંપનીમાંથી ક્યારે કોને વેચી હતી, તે બિલથી વેચવામાં આવી હતી કે બિલ વગર વેચવામાં આવી તેના મૂળ સુધી તપાસ થવી જોઇએ, જે-જે સંડોવાયેલા હોય તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા લોકમાંગણી

બાવળા શહેર અને તાલુકામાં ગેરકાયદેસર કફ સીરપની બોટલોનો ધંધો ખૂબ જ વધી જવા પામ્યો છે. યુવાધન તેના નશાનાં રવાડે ચડી ગયું છે. અત્યાર સુધી કુડ એન્ડ ડ્રગ્સ ખાતા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતાં પોલીસ તંત્ર જાગ્રુત થઈ છે.બાવળા પોલીસે બાતમીનાં આધારે કાવીઠા ગામમાંથી 56 કફસીરપની બોટલોનું ગેરકાયદેસર વેચાણ કરતી 4 વ્યકિતઓને પકડી પાડીને 12,660 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને તમામ વિરૂદ્ધ નાર્કોટીક્સનો ગુનો નોંધી જેલ સળીયા પાછળ ધકેલી દઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા શહેર અને તાલુકામાં ગેરકાયદેસર કફ સીરપની બોટલો ઠંડાપીણા અને સોડામાં ભેળવીને યુવાધન સસ્તા નશાના રવાડે ચડયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતાની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર કફ-સીરપની બોટલોનાં વેચાણ ધમધમવા લાગ્યું છે. આ સમાચાર દિવ્ય ભાસ્કરમાં છપાતાં છે.જેથી પોલીસ વિભાગ જાગ્રુત બનીને આવું વેચાણ કરનાર ગુનેગારોને પકડી પાડીને નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને ધોળકા નાયબ પોલીસ અધિકારી રીના રાઠવાએ બાવળા પોલીસને સૂચના આપી હતી.જેથી બાવળા પોલીસ કામે લાગી હતી અને તેમને બાતમી મળી હતી કે કાવીઠા ગામમાં રહેતાં કિશન રતીલાલ ઠાકોરનાં ઘરે ગેરકાયદેસર કફ સીરપની બોટલો રાખીને 4 વ્યક્તિઓ વેચાણ કરી રહ્યા છે.

જે બાતમીનાં આધારે બાવળા પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડીને કિશનનાં ઘરમાંથી કફસીરપની ગેરકાયદેસર વેચાણ કરતા કિશન રતીલાલ ઠાકોર (કાવીઠા રબારીવાસ), કિશન જશવંતભાઇ ઠાકોર (કાવીઠા, માતાવાળોવાસ), રાજેશ રામાભાઇ ઠાકોર (કાવીઠા ટેકરાવાળો વાસ), લાલુ બકાભાઇ ચાવડા (કાવીઠા)ને પકડી લીધા હતાં.તેમની પાસેથી 7060 રૂપીયાની કફસીરપની 56 બોટલો, 5000 રૂપીયાનો 1 મોબાઇલ, 600 રૂપીયા રોકડા મળીને 12660 રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કરીને જેલના સળીયા પાછળ ધકેલી દઇને તમામ વિરૂદ્ધ એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવી છે.

પોલીસે અત્યાર સુધીમાં પકડાયેલી ગેરકાયદેસર કફસીરપની બોટલો પકડી છે તેના બેચ નંબરનાં આધારે તે કંઈ કંપનીમાંથી ક્યારે કોને વેચી હતી.તે બીલથી વેચવામાં આવી હતી કે બીલ વગર વેચવામાં આવી હતી.તેના મૂળ સુધી તપાસ થવી જોઇએ અને જે-જે સંડોવાયેલા હોય તેના વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવા લોક માંગણી ઉઠવા પામી છે.

ચિયાડામાંથી કફ સીરપની 18 બોટલ સાથે 2 કિશોર પકડાયા
એસ.ઓ.જી.નાં પી.આઇ.એન.ડી.પટેલ તેમની ટીમ સાથે બાતમી મુજબની જગ્યાએ વોચમાં ગોઠવાઈ ગયા હતાં. અને ત્યાંથી પસાર થતાં શકમદ વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતાં ત્યારે બે કિશોરો એક્ટિવા લઈને નીકળતાં તેમને ઉભા રાખીને એકટીવાની ડેકીમાં તપાસ કરતાં નશાકારક કફ સીરપની 18 બોટલ મળી આવી હતી. પૂછપરછમાં તેઓએ આ માલ લાલભાઇ ઉર્ફે બોબી હરીભાઇ ચૌહાણ (ચીયાડા)નો હોવાનું જણાવતાં તેને વોન્ટેડ જાહેર કરીને તમામ વિરુદ્ધમાં બાવળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...