તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડ વસૂલ કરાયો:બાવળા પોલીસે 1 મહિનામાં જાહેરનામા ભંગના 100 નાગરિક સામે ગુના નોંધ્યા

બાવળા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક નહીં પહેરનારા 350 લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કરાયો

બાવળા શહેર અને તાલુકામાં ફેલાયેલા કોરોનાનું સંક્રમણને અટકાવા માટે સરકારે લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા, ફરજીયાત માસ્ક પહેરવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે.પરંતુ ઘણા લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખતાં નથી અને માસ્ક પણ પહેતાં નથી.જેથી આ જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે બાવળા પોલીસે ગયા મહીને જાહેરનામા ભંગના 100 કેસ કર્યા હતાં. અને માસ્ક નહીં પહેરનાર 350 લોકોને સ્થળ ઉપર જ નક્કી કરેલો દંડ વસૂલ કર્યો હતો.

બાવળા શહેર તાલુકામાં હાલમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે.ગયા મહીને સંક્રમણ ખૂબ જ વધી ગયું હતું. સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, ફરજીયાત માસ્ક પહેરવું, ભીડ ભેગીનાં કરવી વગેરે બાબતોનું જાહેરનામું બહાર પાડ્યું છે.જેથી તેનો અમલ કરાવવા માટે બાવળા પોલીસે એ.પી.એમ.સી.માં, જાહેરમાં અને વેપારીઓ સાથે મીટીંગો કરીને જાહેરનામાનો કડક અમલ કરવા સૂચના આપીને અમલ કરવા અપીલ કરી હતી.

અને તેનો કડક અમલ થાય તે માટે બાવળા પી.આઇ. આર.ડી.સગર, પી.એસ.આઈ.જી.જી.મકવાણા અને સ્ટાફ દ્વારા સતત પેટ્રોલીંગ કરીને ચોકડીઓ ઉપર પોલીસ પોઇન્ટ મુકીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર અને માસ્ક નહીં પહેરનાર સામે લાલ આંખ કરી હતી.ગત મે મહિનામાં બાવળા નગરપાલિકા અને વેપારી એસોસિયેશન દ્વારા આપવામાં આવેલા સ્વૈચ્છિક લોકડાઉનનો કડકમાં કડક રીતે અમલ કરાવવી શાકભાજી અને ફ્રુટની લારીઓ વાળાને બજાર વિસ્તારમાંથી દૂર કરી કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતાં. બાવળા શહેર બજારમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા પણ વાહનોની અવરજવર બંધ કરાવી તથા વાહન ચેકિંગ દિવસ તથા રાત્રિ દરમિયાન ચાલુ રાખી બિનજરૂરી ફરતા વાહનચાલકોને ડિટેઇન કરવામાં આવ્યા હતાં. તેમજ તેમના વાહનો જમા લેવામાં આવેલ છે.

સંક્રમણ ઘટાડવામાં આવ્યું છે.પોલીસે અલગ અગલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરીને ગત 1 થી 31 મે દરમ્યાન દુકાનોમાં , લારીઓ ઉપર ભીડ ભેગી કરી , ખાનગી વાહનોમાં ખીચોખીચ મુસાફરો બેસાડી સોશિયલ ડિસ્ટન્સ ન રાખી જાહેરનામાનો ભંગ કરનારા 100 જેટલા લોકો સામે જાહેરનામાં ભંગ કરવા બદલ ગુનો નોંધાયો છે. અને 350 જેટલા લોકોને માસ્ક નહીં પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.અને હજુ કોરોના ગયો નથી સંક્રમણ ઘટયું છે તેમજ આ બાબતનું જાહેરનામું અમલમાં હોવાથી વેપારીઓ અને શહેરીજનોને પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...