બાવળા પોલીસે બાતમી આધારે બાઇક ઉપર વિદેશી દારૂની બોટલો લઈને જતાં બુટલેગરને સ્મશાન આગળથી પકડી પાડી તેની પાસેથી 10 બોટલો વિદેથી દારૂની મળી આવતાં 10,000 રૂપીયાનો વિદેશી દારૂ અને 15,000 રૂપીયાનું બાઇક મળી કુલ 25,000 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને બુટલેગરને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈને માલ આપનાર 2 બુટલેગરને વોન્ટેડ જાહેર કરી ત્રણેય બુટલેગર વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ બુટલેગરોને પકડી પાડવાં ચક્રો ગતિમાન કર્યા છે.
બાવળા શહેર અને તાલુકામાં વિદેશી અને દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.તેનું કારણ અવાર-નવાર પોલીસ વિદેશી અને દેશી દારૂ પકડી પાડે છે. તેમ છંતા બુટલેગરો બિન્દાસ વિદેશી અને દેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરી રહ્યા છે. જેથી બાવળા પોલીસ બાવળા વિસ્તારમાં પ્રેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન તેઓ બાવળામાં આવેલી રૂપાલ ચોકડી પાસે પહોંચતાં તેમને બાતમી મળી હતી રૂપાલ ચોકડીથી પાંજરાપોળ જવાનાં રોડ ઉપર એક નંબર પ્લેટ વગરનાં બાઇક ઉપર વિદેશી દારૂનો જથ્થો જઈ રહ્યો છે.
જે બાતમીનાં આધારે બાવળા પોલીસ સ્મશાન પાસે આવેલા મસાણી મેલડી માતાજીનાં મંદિર નજીક વોચમાં ગોઠવાઈ ગયા હતાં. બાતમી મુજબનું બાઇક નીકળતાં તેને ઉભું રખાવીને બાઇક ચાલક પાસેનાં થેલામાં તપાસ કરતાં થેલામાંથી 20 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે બાવળામાં આવેલી મજુર કલ્યાણ સોસાયટી પાછળ રહેતાં બુટલેગર મેહુલ દિનેશભાઇ ચોહાણને પકડી પાડીને તેની પાસેથી મળી આવેલી 10,000 રૂપીયાનો વિદેશી દારૂ અને 15,000 રૂપીયાનું બાઇક મળી કુલ 25,000 રૂપીયાનાં મુદામાલ કબ્જે કરીને આ માલ કોની પાસેથી લાવ્યો હતો
અને કોણ કોણ મળેલા છે તેની કડક પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ માલ સુનિલ મારવાડી (ઉદેપુર, રાજસ્થાન) પાસેથી લાવ્યા હતાં.અને બાવળામાં આવેલી મજુર કલ્યાણ સોસાયટી પાછળ રહેતાં અજય ઉર્ફે પ્રફુલ બળદેવભાઇ ઠાકોરનું બાઇક છે અને અમે બંન્ને ભાગીદારીમાં ધંધો કરીએ છીએ.તેવું કહેતાં પોલીસે મેહુલને જેલના સળીયા પાછળ ધકેલી દઈને સુનિલ અને અજયને વોન્ટેડ જાહેર કરીને ત્રણેય વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને બંને વોન્ટેડ બુટલેગરોને પકડી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી વિદેશી દારૂના વેચાણ સાથે નશીલી કફ સીરપનંુ પણ વેચાણ વધી રહ્યું હોવાથી પોલીસ બાતમીદારોને કામે લગાડી કાર્યવાહી કરતાં ફફડાટ ફેલાયો છ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.