કાર્યવાહી:બાવળા પોલીસે રામનગરમાંથી વિદેશી દારૂની 22 બોટલ સાથે એક બુટલેગરને ઝડપી લીધો

બાવળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસ નહીં પણ નાયબ પોલીસ અધિક્ષકની બાતમીથી દારૂ પકડાયો

બાવળા શહેર અને તાલુકામાં વિદેશી અને દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. પોલીસે અનેક વખત બુટલેગરોને પકડી લીધા છે.છંતા તેઓને પોલીસ અને કાયદાનોડર લાગતો નથી અને દારૂનું વેચાણ ચાલું જ રાખે છે. ત્યારે ધોળકા નાયબ પોલીસ અધિક્ષક નીતીશ પાંન્ડેયને બાતમી મળી હતી કે બાવળા તાલુકાનાં રામનગરમાં રહેતાં ભરતસિહ બુધાભાઇ ગોહીલ પોતાના ઘરમાં વિદેશીદારૂનો મોટો જથ્થો રાખીને વિદેશી ઘરૂનું વેચાણ કરે છે.જેથી તેમણે બાવળા પોલીસને દરોડો પાડીને પકડી પાડવા સૂચના આપી હતી.જેથી બાવળા પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડીને ભરતસિહનાં ઘરમાંથી વિદેશી દારૂની 22 બોટલો મળી આવી હતી.જેથી પોલીસે 11000 રૂપીયાનો વિદેશી દારૂ કબ્જે કરીને ભરતસિહને પકડી પાડીને તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ વિદેશી દારૂનો જથ્થો રામનગરમાં રહેતાં તેના ભાઇ જશવંતસિહ ઉર્ફે જયેશ ઉદેસિહ ગોહીલ પાસેથી વેચવા લાવ્યો હતો.જેથી પોલીસે ભરતસિહને જેલના સળીયા પાછળ ધકેલી દઈને જયેશ ગોહીલને વોન્ટેડ જાહેર કરીને બંને વિરૂધ્ય પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા પોલીસને ખબર નથી કે તેના વિસ્તારમાં વિદેશી દારૂ કોણ અને ક્યાં વેચાણ કરી રહ્યો છે.કે પછી તેમની રહેમ નજર હેઠળ કે પ્રસાદી લઇને વેચાણ કરવા દે છે તેવો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.કારણ કે આ જગ્યાએ વેચાણ થાય છે તેવી બાતમી નાયબ પોલીસ અધિક્ષકને મળે છે.અને બીજી બાજુએ જ દિવસે બાવળામાંથી જ એલ.સી.બી.ની ટીમે 55 બોટલો વિદેશી દારૂની બાવળા પોલીસને અંધારામાં રાખીને પકડી લીધી છે. બાવળા વિસ્તારમાંથી છેલ્લા કેટલાય દિવસોથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. ત્યારે નાયબ પોલીસ અધિક્ષકે બાતમી આપતાં દારૂ ઝડપાયો હતો. તો સ્થાનિક પોલીસ ઊંઘતા ઝડપાઇ હતી.

બાવળામાંથી દારૂનો જથ્થો ઝબ્બે
બાવળા શહેર અને તાલુકામાં વિદેશી અને દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.એક જ મહીનામાં પોલીસે અનેક વખત દરોડો પાડીને બુટલેગરોને વિદેશી દારૂ પકડી લીધા છે.અને મુખ્ય બુટલેગરોને પકડવામાં નિષ્ફળ રહી છે.ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બાવળામાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે બાવળામાં ખોડીયાર માતાનાં ખાંચામાં રહેતાં યુવરાજ પ્રવિણભાઇ ઝાલા અને સુથારવાસમાં રહેતાં આનંદ ઉર્ફે બક્ષી દિલીપભાઈ ઠાકોર ભાગીદારીમાં વિદેશી દારૂનો ધંધો કરે છે અને યુવરાજ ઝાલાએ તેની બાજુમાં આવેલા અશ્વિનભાઇ મંગાભાઇ ઝાલાનાં ઘરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રાખીને વિદેશી ઘરૂનું વેચાણ કરે છે.જેથી એલ.સી.બી.ની ટીમે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં ઘરના પલંગની નીચેથી 55 બોટલો વિદેશી દારૂની મળી આવી હતી.જેથી એલ.સી.બી.એ 27500 રૂપીયાનો વિદેશી દારૂ કબ્જે કર્યો હતો.અને બંને બુટલેગરો નાશી જવામાં સફળ રહ્યા હતાં.જેથી એલ.સી.બી.ની ટીમે બાવળા પોલીસમાં બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરીને બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...