તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બાવળા પોલીસે કેશરડી ગામે બોર ઉપર જુગાર રમતાં 10 જુગારી ઝડપી લીધા

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાવળા પોલીસે બાતમી આધારે બાવળા તાલુકાનાં કેશરડી ગામની સીમમાં આવેલા બોરની ઓરડીની ઓસરીમાં ખુલ્લામાં જુગાર રમતાં 10 જુગારીઓને 51,200 રૂપીયા રોકડા તેમજ 27,000 રૂપીયાનાં 9 મોબાઇલ મળી કુલ 78,200 રૂપીયાનાં મુદામાલ સાથે પકડી પાડીને જેલનાં સળીયા પાછળ ધકેલી દઇને જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બાવળા શહેર અને તાલુકામાં સાતમ-આઠમ નજીક આવતી જાય છે તેમ તેમ ખુલ્લેઆમ જુગારધામો ધમધમી રહ્યા છે.

ત્યારે બાવળા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે કેશરડી ગામની સીમમાં આવેલા હર્ષદભાઈ પીતાંમ્બરભાઇ રાઠોડનાં બોરની ઓરડીની ઓસરીમાં ખુલ્લામાં કેટલાક જુગારીઓ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીનાં આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળું વળીને જુગાર રમતાં હતાં. જેથી પોલીસને જોઇને જુગારીઓ નાસવા લાગ્યા હતાં.

જેથી જુગારીઓ ભાગવા જતાં પોલીસે કોર્ડન કરીને 10 જુગારીઓને પકડી પાડીને તેમની પાસેથી કુલ 49,100 રૂપીયા રોકડા,2,100 રૂપીયા દાવ ઉપરથી તેમજ 27,000 રૂપીયાનાં 9 મોબાઇલ મળી કુલ કુલ 78,200 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા જુગારીઓમાં ચેતન રણજીતભાઇ કોળી પટેલ (અમીપૂરા), રાજુ હેમાભાઇ મકવાણા (બલદાણા), હર્ષદ પીતાંમ્બરભાઇ રાઠોડ (કેશરડી), હસમુખ અમરશીભાઈ ચોહાણ (બલદાણા), હિતેશ દશરથભાઇ મકવાણા (બલદાણા), નાનુ લધુભાઇ મકવાણા (બલદાણા), લાલા મંગાભાઇ રાવળ (બલદાણા), માનસંગ કાશીરામભાઇ કોળી પટેલ (રાણેસર), વાસુદેવ કરમશીભાઇ કોળી પટેલ (દહેગામડા), અનિલ પ્રવિણભાઇ મકવાણા (કેશરડી) નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...