તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કેરાળા GIDCમાં ખાનગી કંપનીમાં થયેલી ચોરી કેસમાં 2 આરોપીને બાવળા પોલીસે ઝડપી લીધા

બાવળા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પોલીસે મુદ્દામાલ કબજે લીધો હતો. - Divya Bhaskar
પોલીસે મુદ્દામાલ કબજે લીધો હતો.
 • ખાનગી કંપનીમાંથી મશીનરી સહિત 45 હજારના મુદ્દામાલની ચોરી થઇ હતી

બાવળા તાલુકાની કેરાળા જી.આઇ.ડી.સી.માં સોમનાથ ઇન્ડસ્ટીયલ પાર્કમાં આવેલી ભાગવત ટેકનો કાસ્ટ પ્રા.લી.કંપનીમાં 4 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધીમાં કોઇપણ સમયે ચોરોએ કંપનીમાં ધુસી જઈને સ્ટોર રૂમમાં પ્રવેશ કરીને અંદર રહેલા મશીનરીનાં સ્પેર -પાર્ટસ, સ્ટાટર, મશીનમાં વપરાતી મોટર, MCB વેલ્ડીંગ મશીન અને અન્ય સામાન મળી 45000 રૂપીયા વસ્તુઓ તેમજ કંપનીનાં પ્લાન્ટ વિભાગમાંથી વેક્સ એકસુઝન મોલ્ડીંગની નાની-મોટી 30 નંગ ડાઇ અને ઓફિસમાંથી વેક્સ ઇન્જેકશન મોલ્ડિંગની નાની-મોટી - 70 નંગ ડાઇ મળી કુલ 100 ડાઇની ચોરી કરીને નાશી છૂટયા હતાં. આ બાબતની ફરિયાદ બાવળા પોલીસમાં કરવામાં આવતાં બાવળા પોલીસે ચોરીનો ગુનો નોંધી નાશી છૂટેલા ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

ઘરફોડ ચોરી તથા લુંટનાં ગુનેગારોને શોધી કાઢવા પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપતાં ધોળકાનાં ડી.વાય.એસ.પી.રીના રાઠવા સુચનાથી બાવળા પી.આઈ. આર.ડી.સગરે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને તેમજ ચોરીમાં ગયેલો મુદામાલ જપ્ત કરવા માટે કામે લાગ્યા હતાં.ત્યારે કેરાલા જી.આઇ.ડી.સી.માં આવેલી કંપનીઓના કેમેરા ચેક કરતા ચોરીનાં ગુનામાં એક રીક્ષા સંડોવાયેલી હોવાનું જણાતાં એ.એસ.આઇ પ્રવિણભાઇ, કોન્સ્ટેબલ ઉકાભાઇ, અશોકસિંહ, નીકુલભાઇ, પરેશભાઇએ ગુનામાં વપરાયેલી પિયાગો રીક્ષાની શોધખોળ કરતા તેમજ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરતા અજય સુકનંદન પરીવાર, હાલ રહેવાસી, કેરાળા નવાપુરા કાંન્તિભાઇના મકાનમાં (મુળ રહેવાસી મહારાષ્ટ્ર )ની ગણતરીના દિવસોમાં પકડી પાડી પુછપરછ કરતાં તેણે પિયાગો રીક્ષાનાં ડ્રાઇવર ફલજીભાઇ પ્રતાપભાઇ દેવીપુજક, રહેવાસી, કોચરીયા તા.બાવળા અને બીજા એક અજાણી વ્યકિતએ મળીને ચોરી કર્યાની કબુલાત કરી હતી.

તેમજ ચોરીનો મુદામાલ કોને વેચ્યો છે તેની પુછપરછ કરતા ચોરીનો માલ સલમાનખાન યામિનખાન મુસ્લિમ, હાલ રહેવાસી, ભાયલા ગામની સિમ હરિભાઇ ચાવડાના ખેતરમાં (મુળ રહેવાસી, ગ્યાસપુર સરખેજ)ને વેચ્યો હોવાની કબુલાત કરતા બન્ને આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કરીને રીમાન્ડ મેળવી ચોરીમાં ગયેલો મુદામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો