બાવળા નગરપાલીકામાં ઘણાં મિલ્ક્ત ધારકો ઘણા સમયથી મિલ્ક્ત વેરો ભરતાં નથી.જેથી વેરોની કિમત વધી રહી છે.અને પાલીકા તંત્ર પણ વેરો ઉધરાવવામાં ઢીલાસ રાખી રહી છે.જેથી દર વર્ષે મિલ્ક્ત વેરાની રકમ વધી રહી છે.જેથી આ વર્ષે મિલ્ક્ત વેરો જેનો બાકી છે તેની ઉપર આકરા પાણીએ થયા છે.
નગરપાલીકાનાં ચીફ ઓફીસર સિધ્ધાર્થભાઇ પટેલે જણાવ્યું છે કે બાવળા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી વિવિધ મિલકતનાં વર્ષ 2021/2022 સુધી બાકી નીકળતા વેરાની વસુલાત માટે વારંવાર જાહેરાત કરવામાં આવી છે. તેમજ નોટીસો પણ આપવામાં આવી છે, છંતા તેઓના દ્વારા તેની ચુકવણી કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે.
જેના કારણે વેરાની વસુલાત થઈ શકતી નથી અને અગાઉનાં ઘણાં વર્ષોની બાકી રકમ ઉપરાંત દંડનીય વ્યાજ સહિત તે રકમ વધતી જાય છે . જેથી પાલીકા તંત્ર દ્વારા 3 મિલ્ક્તોનાં નળ કનેકશનો કાપવામાં આવ્યા છે.જેમાં અંબિકા રાઈસ મિલનાં 13,41,614, અરુણ કોટન મિલનાં 1,17,310 રૂપીયા અને પૂર્ણિમા ઓઇલ મિલનાં 1,87,425 રૂપીયાનો ટેક્ષ બાકી હોવાથી બાવળા નગરપાલિકાની ટીમ દ્વારા પાણીનાં નળ કનેકશન કાપી નાંખવામાં આવ્યાં છે. અને આ કાર્યવાહી ચાલું રાખવામાં આવશે. જરૂર પડશે તો મિલકતો સીલ પણ કરવામાં આવશે. આગામી સમયમાં સીલ ઝુંબેશ ચાલું રાખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.