પ્રામાણિકતા:બાવળા 108એ ઇજાગ્રસ્તના સગાને મોબાઇલ, રોકડ રકમ પરત કર્યા

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેતલપુરના રહીશ એક્ટિવા પર આવી રહ્યા હતા ત્યારે રાણેસર ગામના પાટિયા પાસે એક્ટિવા સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો

જેતપુરનાં જતનભાઈ સુરેશભાઈ તન્ના (20 વર્ષ) જેતપુરથી એકટીવા લઈને અમદાવાદ આવતા હતાં.ત્યારે બાવળા તાલુકાનાં રાણેસર ગામનાં પાટીયા પાસે આવેલા મોગલ માના મંદિર પાસે એકટીવા સ્લીપ જઈ જતા તેમને હાથે અને પગમાં વાગ્યું હતું.

જેથી 108 ની ઈમરજન્સી સેવાને જાણ કરતાં બાવળા 108નાં ઇ.એમ.ટી. રવિભાઈ.બી. લાલકિયા અને પાયલોટ હરપાલસિંહ ઝાલા તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને દર્દીને પ્રાથમિક સારવાર આપીને બાવળા સામુહિક કેન્દ્રમાં લાવ્યા હતાં.દર્દી પાસેથી 2 મોબાઈલ,6505 રૂપિયા રોકડા, આધાર કાર્ડ, પાન કાર્ડ,R C બુક, બેગ મળી આવી હતી.જેથી તે બધી જ વસ્તુઓ દર્દીના સગા આર્ચીસભાઈ વિનોદભાઈ અમલા આવતાં તેમને પરત આપીને પ્રામાણિકતાનો દાખલો બેસાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...