કાર્યવાહી:બગોદરા પોલીસે ભમાસરા ગામમાંથી 5 જુગારીને ઝડપ્યા

બાવળા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હદવાણી શેરીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીથી પોલીસના દરોડા, 3 હજારનો મુદ્દામાલ જપ્ત

બાવળા તાલુકાનાં ભામસરા ગામમાં ખુલ્લામાં કેટલાક જુગારીઓ હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં 5 જુગારીઓને બગોદરા પોલીસે બાતમીનાં આધારે પકડી લીધા હતાં.પકડાયેલા જુગારીઓ પાસેથી મળી આવેલા 4100 રૂપીયા જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈને તમામ વિરૂદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બગોદરા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે ભામસરા ગામમાં આવેલી હદવાણી શેરીમાં ૨હેતાં જટુભાઇ અંબારામભાઇ સોલંકીનાં ઘર પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક જુગારીઓ હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીનાં આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાંક જુગારીઓ ગોળ કુંડાલું વળીને તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હતાં.

જેથી પોલીસે કોર્ડન કરીને 5 જુગારીઓને ઝડપી લઇને તેમની પાસેથી મળેલા 3230 રૂપીયા તથા દાવ ઉપરથી મળેલા 870 રૂપીયા મળી કુલ 4100 રૂપીયા મળી આવતાં તેને જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને જેલનાં સળીયા પાછળ ધકેલી દઇને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા જુગારીઓમાં કાલુ દુધાભાઇ ગાભાણી (કેશરડી), જટુ અંબારામભાઈ સોલંકી (ભામસરા), ચેતન જટુભાઈ સોલંકી (ભામસરા), સાગર ધરમશીભાઈ મેર (ભામસરા), પ્રતાપ રામુભાઇ સોલંકી (ભમાસરા) નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...